Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

જૂનાગઢના જોષીપુરાની સગીરાને ભગાડી જનાર આરોપી રહીમ ઉર્ફે મહેબૂબ બિલાલ ઝડપાયો

આરોપી અને ભોગ બનનાર સગીરા એકબીજા વગર રહી શકે તેમ ના હોઈ, બંને નાસી ગયેલ હોવાની કબૂલાત

જૂનાગઢ : તાજેતરમાં ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોઈ, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ગુમ તથા અપહરણ થયેલ બાળકો અને સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે...

  જુનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના જોશીપુરા નંદનવન સોસાયટી ખાતેથી તા. 05.08.2020 ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી બિલાલ મહેબૂબ મુસ્લિમ રહે. નંદનવન, જૂનાગઢ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયેલ હતો. આ બાબતે ફરિયાદી દ્વારા જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી....
  જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે.પરમાર, હે.કો. પરેશભાઇ, પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, ભગતસિંહ, મહિલા પો.કો. પુરીબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીના સગા સંબંધી મિત્રોની પૂછપરછ દરમિયાન તેમજ ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના હે.કો. કમલેશભાઈ દ્વારા ટેક્નિકલ સોર્સથી બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે, આરોપી રહીમ ઉર્ફે મહેબૂબ બિલાલ મુલતાની અને ભોગ બનનાર સગીરા હાલમાં ચોટીલા ગામમાં જ રહે છે, જે મળેલ બાતમી આધારે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આરોપી રહીમ ઉર્ફે મહેબૂબ બિલાલ અમીનભાઈ મુલતાની જાતે મુસ્લિમ પિંજારા ઉવ. 22 રહે. જોશીપુરા, નંદનવન સોસાયટી, વિનાયક એપાર્ટમેન્ટ સામે, જૂનાગઢ તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી, આરોપીને પકડી પાડી, આરોપી રહીમ ઉર્ફે મહેબૂબ બિલાલ મુલતાનીની ધરપકડ કરવામાં આવેલ છે.....
  પકડાયેલ આરોપી રહીમ ઉર્ફે મહેબૂબ બિલાલ મુલતાની છેલ્લા અઠવાડિયાથી અપહરણના ગુન્હામાં વોન્ટેડ હતો, જેની ધરપકડ કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે. પરમાર, હે.કો. પરેશભાઇ, પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, ભગતસિંહ, મહિલા પો.કો. પુરીબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી રહીમ ઉર્ફે મહેબૂબ બિલાલ મુલતાની તથા ભોગ બનનારને પ્રેમ સંબંધ હોઈ,  આરોપી અને ભોગ બનનાર સગીરા એકબીજા વગર રહી શકે તેમ ના હોઈ, બંને નાસી ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી....
  પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી, મેડિકલ તપાસણી કરી, આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(6:52 pm IST)