Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

જામનગરનો ડબલ મર્ડરનો આરોપી પેરોલ દ્વારા ફરાર રસિક પરમાર પોરબંદરથી ઝડપાયો :પોરબંદરમાં આઠ ચોરી અને ચાર જેટલી ચીલઝડપ કરી હોવાની કબૂલાત

સોના ચાંદીના દાગીના, હોન્ડા સ્કૂટર , બે મોબાઈલ સહીત 2,25 લાખનો મુદામાલ જપ્ત

પોરબંદર એસ.ઓ.જી પોલીસ ના પી.આઈ કે આઈ જાડેજાની સૂચના પી.એસ.આઇ એચ સી ગોહિલના  માર્ગદર્શન મુજબ કિશનભાઇ ગોરાણીયા સમીરભાઈ જુણેજા ગીરીશભાઈ વાજાની બાતમીને આધારે  જામનગર ડબલ મર્ડરના આરોપી રસિક મધુભાઈ પરમાર  આજીવન સજા દરમિયાન  પેરોલ દ્વારા ફરાર થયેલો હોય પોરબંદર આવ્યો હોય વોચ રાખતા ગોઢાણિયા સ્કુલ પાસે હોન્ડા સ્કૂટરમાં બે વ્યક્તિને રોકી પૂછપરછ કરતા તેની પાસેથી સોનાના દાગીના મળી આવતા તેમની આકરી પૂછપરછ કરતા પોરબંદરમાં આઠ જેટલી ચોરીને ચાર જેટલી ચીલ ઝડપ કરી હોવાની કબૂલાત આપી હતી

 આ કામમાં ભાટીયા ગામમાં રહેતા હાલ ખોડીયાર કોલોની છાયા માં ભાડેથી રહેતા યોગેશ રામશંકર આર બડીયા બ્રાહ્મણ સાથે અમોએ તમામ ગુનામાં સાથે હતા આરોપી પાસેથી સોનાના દાગીના હોન્ડા  સ્કૂટર બે મોબાઇલ મળી રૂપિયા 225000 નવ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ચોરી નો બીજો મુદ્દામાલ એમ.જી.રોડ શક્તિ જ્વેલર્સ વાળા અજય ભાઈ ને વેચેલ હોય કબજે કરવામાં આવ્યો  આમ એસઓજી પોલીસની શ્રેષ્ઠ કામગીરી થી પોરબંદરના અનેક ગુનાઓ ડિટેક્ટ થયા                  

    આ કામગીરીમાં પી.આઈ કે આઈ જાડેજા પી.એસ.આઇ એચ સી ગોહિલ એમ.એમ ઓડેદરા કિશનભાઇ ગોરાણીયા સમીરભાઈ જુણેજા સરમણભાઈ રાતિયા મહેબૂબ ખાન બેલીમ વિપુલભાઈ બોરીયા સંજયભાઈ ચૌહાણ મોહિતભાઈ ગોરાણીયા હરેશભાઈ આહીર ગીરીશભાઈ વાજા અરવિંદભાઈ સવાનિયા પિયુષભાઈ બોદર દેવેન્દ્રસિંહ ગોહિલ પ્રકાશભાઈ નકુમ  વજસી વરુ તથા સ્ટાફ 

(8:54 pm IST)