Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમરેલી : ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા નારણભાઇ કાછડિયાની રજૂઆત

(જીતેશગીરી ગોસાઇ દ્વારા) વડિયા તા.૧૪ : ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના કર્મચારીઓ ના પ્રશ્નો ઉકેલવા અમરેલી સંસદસભ્ય નારણભાઇ કાછડીયએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવેલ છે કે,  સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ, આ ગ્રાન્ટેડ શાળા ના કર્મચારીઓ અર્ધ સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવે છે તેને સ્કૂલ માં પૂર્ણ સરકારી કર્મચારી ના નિયમો મુજબ નુ કામ કરાવવા માં આવે છે પરંતુ પગાર અને અન્ય બાબત માં નિયમો તેનાથી જુદા બનાવવા માં આવે છે. કેટલાક પરિપત્રો ની વિસંગતતા ના કારણે ગ્રાન્ટેડ શાળા ના કર્મચારીઓ દ્વારા બોર્ડ પરીક્ષાની કામગીરી નો બહિષ્કાર નુ શાસ્ત્ર ઉગામ્યું હતુ પરંતુ શિક્ષણમંત્રી સાથેની હકારાત્મક બેઠક થી એ નિર્ણય પાછો ખેંચાયો હતો અને કોરોના કાળ ની વચ્ચે બોર્ડનિં કામગીરી કરી હતી. ત્યાર થી કોરોના કાળ માં આ કર્મચારીઓ ના પ્રશ્નો સરકાર ભૂલીઙ્ગ ગઈ હોય તેવું લગતા અમરેલી જિલ્લા ના ગ્રાન્ટેડ શાળા ના કર્મચારી સંદ્યો એ અમરેલી સંસદસભ્ય નારણભાઇ કાછડીયા ને મદદ માટે રજુવાત કરાઈ હતી.

આ રજુઆત ના આધારે અમરેલી સંસદ દ્વવારા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને પત્ર માં ૧) રાજય ના કર્મચારીઓ ની ફિકસ પગાર ની નોકરી સળંગ ગણવાની જાહેરાત કરી ઠરાવ કાર્યો છે તેનો આજદિન સુધી અમલ કરવમાં આવેલ નથી. ૨) સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળા ના કર્મચારીઓ ની ૩૧/૦૩/૨૦૧૬ઉંહ્મક ની ભરતી થયેલા કર્મચારીઓ ને ફાઝલ નુ બિન શરતી રક્ષણ આપવાની માંગણી નો ઉકેલ લાવવા માં આવે. ૩)સરકારી કર્મચારીઓ ને સાતમા પગાર પંચ નુ એરીયર્સ પાંચ મહિનામાં ત્રણ હપ્તા ચૂકવવા માં આવ્યા છે. જે ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ ને વાર્ષિક હપ્તો ચૂકવવા નુ જાહેર કરવામાં આવ્યુ હતુ જે ગત વર્ષ અને ચાલુ વર્ષ નો હપ્તો ચૂકવવા નો બાકી છે તે સત્વરે નિર્ણય કરી ચૂકવવા માં આવે તો આ બાબતે યોગ્ય નિર્ણય કરવા અમરેલી સંસદ નારણભાઇ કાછડીયા એ રાજય નાઙ્ગ શિક્ષણ મંત્રી ને લેખિત રજુવાત કરી છે.

(11:38 am IST)