Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વિછીયાના જનડા ગામમાં શિક્ષક મિતેષ મુલીયાને કાકા-પિત્રાઇએ બેલુ ફટકાર્યુ

જુના મનદુઃખને લીધે હુમલો થયાનું યુવાનનું કથન

રાજકોટ તા. ૧૪: વિછીયાના જનડા (કંધેવાડીયા) ગામે રહેતાં અને રાજકોટમાં શિક્ષક તરીકે નોકરી કરતાં મિતેષ જગજીવનભાઇ મુલીયા (પ્રજાપતિ) (ઉ.વ.૨૭) નામના યુવાનને સાંજે સાડા છએક વાગ્યે પોતાના ઘર પાસે હતો ત્યારે તેના કાકા વિનોદભાઇ મુલીયા અને પિત્રાઇ ઉમેશ મુલિયાએ ઝઘડો કરી બેલાથી માર મારતાં તેમજ ઢીકા-પાટુનો માર મારતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે વિછીયા પોલીસને જાણ કરી હતી.

આ અંગે મિતેષે જણાવ્યું હતું કે કાકા સાથે પોતાને વર્ષોથી મનદુઃખ ચાલે છે. સાંજે પોતે સમાધાનની વાત કરવા જતાં ફરી ઝઘડો થયો હતો અને હુમલો કરાયો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)