Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મિનિસ્ટર દીદી વિભાવરીબેનના ફેસ બૂક રેડીયો સમાચાર

રાજકોટ તા. ૧૪ : ભાવનગરના ધારાસભ્ય અને રાજયના મહિલા બાળકલ્યાણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે દ્વારા ફેસ બૂક પર રેડીયો સમાચારનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં એન્કર દ્વારા મિનિસ્ટર દીદીના રેડીયો સમાચાર શીર્ષકથી સમયાંતરે ઓડીયો સમાચાર અપાતા રહેશે. શ્રીમતી વિભાવરીબેન દ્વારા થતા વિકાસ કામોની અને રાજય સરકારની યોજનાઓની માહિતી અપાશે આ પ્રકારે પ્રયોગ કરી જનતા સાથે સંપર્ક સેતુ જાળવનાર તેઓ રાજયના પ્રથમ ધારાસભ્ય છે. હાલ વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે દરરોજ નવા ખાતમુહુર્તો લોકાર્પણો થઇ રહ્યા છે.

(12:04 pm IST)