Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

જામનગરનાં ગોપ ગામના પાટીયા પાસે કાર ચાલકે કાબુ ગુમાવતા મહિલાનુ મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪: જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પ્રવિણપુરી સોમપુરી ગોસાઈએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૯–ર૦ર૦ના ગોપ ગામના પાટીયાથી ત્રણ પાટીયા તરફ જતા રોડ પર આરોપી અલ્કાબેન પ્રવિણપુરી સોમપુરી ગોસાઈ પોતાની ફોરવ્હીલ જેના રજી.નં.જી.જે.૧૦–આર.બી.–૮૧૩૪ વાળી લઈને પુર ઝડપે ચલાવી આવતા ગાડી પરથી કાબુ ગુમાવી રોડ પરથી નીચે ઉતારી બાવળના ઝાડ સાથે ભટકાડી આરોપી અલ્કાબેન પોતાના દિકરાને નાકે તથા પેટના ભગો તથા શરીરે છોલ–છાલની ઈજા કરી તથા પોતાની પત્નીને માથાના ભાગે તથા શરીરે છોલ–છાલની ઈજાઓ થત મરણ ગયેલ છે આ અંગે પો.ઈન્સ. આર.બી.પ્રજાપતીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની બોટલ સાથે ઝડપાયોઃ એક ફરાર

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. હર્ષદભાઈ હીરાલાલ ડોરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર–૯–ર૦ર૦ના ભોલેબાબા હોટલ પાસે, જામનગર–રાજકોટ હાઈવે પર આ કામના આરોપીઓ ઋત્વીક ભાઈ ઉર્ફે બીટુ હસમુખભાઈ ત્રિવેદી,  પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની કાચની અડધી બોટલ (આશરે–૪૦૦ મી.લી.) ની કિંમત રૂા.રપ૦/– નો રાખી મળી આવતા તેમજ વિવો કંપનીનો મોબાઈલ ફોન િંકમત રૂા.પ,પ૦૦/– ની સાથે મળી કુલ રૂા.પ૭પ૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આ કામના આરોપી આસીફભાઈ ઉર્ફે બાબો વલીમામદ ખેરાણી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘર પાસે બેસવાની ના પાડતા જીવલેણ હથીયાર વડે હુમલો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઓસમાણભાઈ હુશેનભાઈ કુગડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૯–ર૦ર૦ના બેડેશ્વર, ગરીબનગર, પાણખાણ સંજય મીલની ગોલાઈ પાસે ફરીયાદી ઓસમાણભાઈએ આરોપી સદામ અયુંબભાઈ જુણેજાને ફરીયાદી ઓસમાણભાઈએ ઘર પાસે બેસવાની ના પાડેલ જે બાબતેનો ખાર રાખી આરોપીઓ સદામ અયુંબભાઈ જુણેજા, કાશમ, અલી, અબુડો, અયુબ જુણેજા, સારાબેન તથા બે–ત્રણ લેડીઝએ ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી ઓસમાણભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી સદામ અયુબભાઈ જુણેજાએ લોખંડના પાઈપ વડે માથાના ભાગે કપાળ પાસે ઈજા થતા સહ આરોપીઓએ ડાબા ખંભા પર તથા શરીરે લાકડાના ધોકા વડે મુંઢ ઈજા કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ફોરવ્હીલ ચાલકે વૃઘ્ધને હડફેટે લેતા મોત

સિકકા પોલીસ સ્ટેશનમાં ધનજી ત્રિકમભાઈ વેલજીભાઈ સોલંકી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૯–ર૦ર૦ના બેડ ટોલનાકા પાસે એલ એન્ડ ટી વાલ્વની સામે, ખંભાડીયા–જામનગર હાઈવે રોડ પર ફરીયાદી ધનજીભાઈના બાપુજી રાત્રીના બારેક વાગ્યાની પહેલા પગે ચાલીને જતા હોય તે દરમ્યાન બેડ ટોલનાકા થી જામનગર તરફ આરોપી કોઈ અજાણ્યો વાહનનો ચાલક પુર ઝડપે બેફીકરાઈથી પોતાનં વાહન ચલાવી ફરીયાદી ધનજીના બાપુજીન હડફેટે લેતા શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી આરોપી નાશી જઈ ગુનો કરેલ છે.

લાલપુરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

જામનગર : લાલપુરમાં આવેલ લોહાણા શેરીમાં આવેલ રામ મંદિર પાસે રહેતા નૈતિકભાઈ જેશભાઈ રૂપારેલ ઉ.વ. ર૦ એ પોતાના રહેણાંક મકાને બહારના માણસો સલીમ પ્યારઅલી ખ્વાજા, પ્રીયેશ ઉર્ફે પીલ  ગીરધરભાઈ માકડીયા, આશીષ દિલીપભાઈ વાછાણીને બોલાવી જુગારનો અખાડો ચલાવતા રેઈડ દરમ્યાન રોકડ રૂા. ૧,૦૪,૦૦૦ તથા મોટર સાયકલ કિંમત રૂા. પ૦ હજાર મળી કુલ રૂા. ૧.પ૪ લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

(12:55 pm IST)