Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ગોંડલ તાલુકાના મોવિયા - શ્રીનાથગઢ આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદ

રાજકોટ : શુક્રવારથી શરૂ થયેલ મેઘ સવારી આજે પણ યથાવત છે. આજે બપોરે ૪ વાગ્યા આસપાસ ગોંડલ તાલુકાના મોવિયા - શ્રીનાથગઢ - કમઢીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે.

        કાળા ડિબાંગ વાદળા સાથે મેઘ મહેર શરૂ થતા રસ્તા ઉપરથી પાણી વહી ગયા હતા અને અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હતા જોકે આ વરસાદથી પાકને નુકસાન થવાની ચિંતા છે.

(4:10 pm IST)