Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

જામનગર જિલ્લામાં સોમવારે નવા 120 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: શહેરમાં બે લોકોના કોરોનાએ ભોગ લીધો

શહેરમાં 101 અને ગ્રામ્યમાં 19 પોઝિટિવ: શહેરમાં 102 દર્દીઓ અને જિલ્લામાં 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેર- જિલ્લામાં કોરોના બેકાબુ બનતો જાય છે આજે જિલ્લામાં નવા 120  પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં જામનગર શહેરમાં 102 કેસ નોંધાયા છે જયારે બે લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે

આજે નોંધાયેલ  120 પોઝિટિવ કેસમાં જામનગર શહેરમાં 102  કેસ અને જિલ્લાના ગ્રામ્યમાં 21 કેસ નોંધાયા છે બીજીતરફ શહેરમાં 102 દર્દીઓ અને જિલ્લામાં 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાછે જામનગર શહેરમાં આજે વધુ બે લોકોના મોત થતા મૃત્યુઆંક 21 થયો છે હાલમાં 186 એક્ટિવ કેસ છે જયારે જિલ્લાના ગ્રામયામાં વધુ 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે ણ હાલમાં 58 એક્ટિવ કેસ છે 

(6:16 pm IST)