Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ રાજકોટ રૂરલનો વધુ એક સપાટોઃ ભાયાવદર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી વરલી ફીચરના આંકડા રમી રમાડતા આરોપીને કુલ રૂ.૧૬,૦૮૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયો

રાજકોટઃ ક્રાઇમ બ્રાન્‍ચ રાજકોટ રૂરલે વધુ એક સપાટો બોલાવ્‍યો છે. ભાયાવદર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી વરલી ફીચરના આંકડા રમી રમાડતા એક આરોપીને કુલરૂ.૧૬,૦૮૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયો છે.

             આ અંગેની વિગતો જોઇએ તો ભાયાવદર પો.સ્ટે. વિસતાર માંથી વરલી ફીચર નો ગણનાપાત્ર કેશ કરી એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ. રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ ના ઓએ જીલ્લામા પ્રોહી જુગારની બદિ નાબુદ કરવા માટે સુચના આપેલ હોય જે સુચના આધારે આજરોજ એલ.સી.બી.પો.ઇન્સ. શ્રી .આર.ગોહીલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. સંજયભાઇ પરમાર તથા પો.કોન્સ. નારણભાઇ પંપાણીયા ની સંયુક્ત હકિકત આધારે ભાયાદર પો.સ્ટે. વિસ્તારના ખારચીયા ગામે એક ઇસમને વરલી ફીચરના આકડા રમી રમાડતો રોકડ રૂપીયા ૧૧૦૮૦/ સહીત કુલ રૂ ૧૬,૦૮૦/ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી

મહેન્દ્રસિંહ ઉર્ટે મેદુભા ભીખુભા વાળા જાતે દરબાર ઉવ.૫૦ રહે ચરેલીયા ગામ તા ઉપલેટા

કબ્જે કરેલ મુદામાલ

(૧) રોકડ રૂપીયા ૧૧૦૮૦/-

(ર) એક મોબાઇલ ફોન કી.રૂ ૫૦૦૦/

(૩) વરલી ફીચરનુ સાહીત્ય કી.રૂ 00/00

કામગીરી કરનાર ટીમ-

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. શ્રી એચ.એમ.રાણા, પો.હેડ.કોન્સ. સંજયભાઇ પરમાર, તથા પો.કોન્સ. નારણભાઇ પંપાણીયા નાઓ દ્રારા કરવામાં આવેલ છે. તેમ (એ.આર.ગોહીલ) પોલીસ ઈન્સ. એલ.સી.બી. આર.આર. ની યાદીમાં જણવાયું છે

(11:28 pm IST)