Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ચુલી ગામે પુલ પરથી કાર નદીમાં ખાબકી

વઢવાણ, તા.૧૪: ધ્રાંગધ્રા-હળવદ રોડ ઉપર ચુલી ગામ પાસે પુલ ઉપરથી પસાર થતી કાર નદીમાં ખાબકી હતી સદનસીબે કારમાં બેઠેલા પાંચ મુસાફરોે આબાદ બચાવ થયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, કાર અચાનક પાણી ભરેલી નદીમાં ખાબકી હતી. કાર પાણીમાં ગરકાવ થઈ હતી પણ સ્થાનીક ગ્રામજનો અને મફાભાઈ ગમારા સહિતના તરવૈયાઓની મદદથી તમામ પાંચેય મુસાફરોને સહિ સલામત બહાર કાઢવામાં આવેલ હતા. બાદમાં કારને પણ ક્રેઈનથી બહાર કાઢવામા આવી હતી મોત ભાળી ગયેલા પેસેન્જરોએ ગ્રામજનોનો આભાર વ્યકત કરેલ હતો.

(11:46 am IST)