Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ગીરમાં ૩૬ કલાકમાં ૬ ઇંચ હિરણ -૨ ડેમ ૭૨% ભરાયો

(દિપક તન્ના દ્વારા) તાલાળા,તા.૧૪ : તાલાળા ગીર પંથકમાં છેલ્લા ૩૬ કલાકથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

સમગ્ર ગીર પંથકમાં છેલ્લા ૩૬ કલાકમાં ૬ ઇંચ વરસાદ થતા સીઝનનો કુલ ૩૫ ઇંચ ગીર પંથકનો વરસાદ નોંધાયો હતો. વધુ વરસાદ થતા ગીર પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તાલાળા તાલુકાનો જીવાદોરી સમાન હિરણ-૨ ડેમ (કમલેશ્વર) ૭૨% ભરાય ગયો છે. 

(11:47 am IST)