Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

હિરણ-ર ડેમમાં ગીર-પંથકમાં પડેલા જોરદાર વરસાદે એક જ ઝાટકે ૧ર ટકાનો વધારો કરી દીધો

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા. ૧૪: વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ ભૂમિ-વેરાવળ સુત્રાપાડા અને ૩૬ ગામોને તથા ઉદ્યોગોને પાણી પુરૃં પાડી જીવાદોરી સમા તાલાલા નજીક આવેલ હિરણ-ર ડેમ આજે ૩૮ ટકા સુધી ભરાઇ ગયો હવે માત્ર ૬ર ટકા બાકી રહ્યો.

ગીર-સોમનાથ જીલ્લા સિંચાઇ અધિકારીઓ નિર્મલ સિંધલ અને એસ. જે. ગાધે સહિતનો સ્ટાફ મુખ્ય કાર્યપાલક ઇજનેર એ. પી. કલસરીયાના માર્ગદર્શન મુજબ સતત ડેમ ઉપર હાજર રહી સતર્ક નિગરાની રાખી રહ્યા છે.

સિંચાઇ અધિકારી નિર્મલ સિંધલ કહે છે કે ''આજે સાસણ, ભોજદે-ગીર, તાલાલા, સાંગોદ્રા સહિત ગીર વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે હિરણ-ર ડેમ જે આજે સવારે ર૬ ટકા હતો જે અત્યારે સાંજે ૬-૦૦ વાગ્યે ૩૮ ટકા જેટલો ભરાઇ ચુકયો છે અને હજુ પાણીની આવક ચાલુ છે.આજના સાંજના ડેમ સપાટી પાણી ગણતરી કરીએ તો પાંચ મહિના સુધી પાણીનો જનતાને માટે કંઇ વાંધો ન આવે.

જીલ્લાના ડેમ અંગે જણાવ્યું કે ''સીંગોડા ડેમ પ૦ ટકા ભરાયો છે, હિરણ-૧ ર૬ ટકા, હિરણ-ર ૩૮ ટકા અને રાવલ ડેમ ૧૦૦ ટકા ભરાયેલ છે. અને મચ્છુદ્રી ૯૩ ટકા. આમ દુકાળ-જળસંકટ હાલની તકે દૂર થયું છે.

(12:07 pm IST)