Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વિસાવદરમાં સવાર સુધીમાં ૧૭ ઇંચ : મોસમનો કુલ ૪પ ઇંચ : આંબાજળ-ધાફડ-ઝાંઝેસર ડેમો ઓવરફલો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૪, મામલતદાર બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર વિસાવદરમાં આજે સવારે ૬ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૬૮ મીમી (૧૭ ઈંચ) વરસાદ નોંધાયો છે.મોસમનો કુલ વરસાદ ૧૧૬૭ (૪૫ ઈંચ) નોંધાયો છે.વિસાવદર તાલુકામા આવેલ ધાફડ-આંબાજળ-ઝાંઝેસરી સહિતનાં ડેમો ઓવરફલો થયા છે.તાલુકાભરમાં નદી-નાળા છલકાયા છે.હજુ સુધી તારાજી-નુકશાનીનાં કોઈ વાવડ નથી.

સમગ્ર સોરઠમાં વિસાવદર પંથકમાં સૌથી વધુ વરસાદ હોય, મામલતદાર  બ્રહ્મભટ્ટ પાસે વિસાવદર અને ભેસાણ બન્ને તાલુકાના ચાર્જ હોય,પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી હતી અને અધિકારીઓ-કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રહેવા સુચના આપી હતી.શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી-નુકશાનીની વિગતો હવે ધીમેધીમે બહાર આવશે તેવુ તારણ કરાઈ રહ્યુ છે.આ લખાઈ રહ્યું છે ત્યારે બપોરે ૧૧ કલાકે વરસાદે થોડો વિરામ લીધો છે,પરંતુ મેઘો હજુ તોળાઇ રહ્યો હોય ગમે ત્યારે ફરી ત્રાટકે તેવો મેઘાવી માહોલ જામ્યો છે. 

(1:28 pm IST)