Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

સાંજે પરેશભાઈ ધાનાણી અમરેલી ગણેશ મહોત્સવના દર્શને

અમરેલી, તા. ૧૪ :. શ્રી ગણેશ મહોત્સવ નિમિત્તે વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી તા. ૧૪ના રોજ અમરેલી ખાતે આરતીનો લાભ લેશે.

સાંજે ૭.૦૦ કલાકે યુવા શકિત ગ્રુપ ગણેશ મહોત્સવ, સહજાનંદ સોસાયટી, હનુમાનપરા રોડ, અમરેલી, સાંજે ૭.૩૦ કલાકે સાકરવાડા યુવક મંડળ ગણેશ મહોત્સવ સાકરવાડા, અમરેલી, રાત્રે ૮.૦૦ કલાકે શ્રીનાગનાથ મંદિર ગણેશ મહોત્સવ, અમરેલી ખાતે ઉપસ્થિત રહેશે.

રાત્રે ૮.૨૦ કલાકે ગુરૂકૃપાનગર ગણેશ મહોત્સવ, ચિતલ રોડ, અમરેલી, રાત્રે ૮.૪૫ કલાકે બાપા સીતારામ ગણેશ મહોત્સવ, વૃંદાવન પાર્ક-૩, અક્ષરવાડી, લાઠી રોડ, અમરેલી ખાતે ઉપસ્થિત રહેશે.

(1:36 pm IST)