Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જામનગરમાં બેભાન થઈ જતા યુવાનનું મોત

જામનગર, તા.૧૪: અહીં પુનીતનગર પાછળ મેહુલ પાર્ક શેરી નં.–ર, જામનગરમાં રહેતા અરવિંદભાઈ બહાદુરસિંહ જાડેજા, ઉ.વ.૩ર,  એ સીટી ભબીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૩–૯–ર૧ના આ કામે મરણજનાર હરેન્દ્રસિંહ અભેયસિંહ જાડેજા, ઉ.વ.૩ર, રે. પુનિતનગર શેરી નં.૩, હનુમાનજીના મંદિર પાસે, જામનગરવાળા વરસાદમાં ભરાયેલ પાણીના કારણે શેરી ના માણસો તથા સામાન કાઢતા હોય ત્યારે અચાનક લોહીની ઉલ્ટી થતા બેભાન થઈ જતા સારવારમાં મૃત્યુ પામેલ છે.

વાસણ ધોવાની ચોકડીમાં પડી જતા યુવાનનું મોત

જી.આઈ.ડી.સી. ફેસ–ર, બી.બી.સી. નામના કારખાનામાં દરેડ ગામે રહેતા મુકેશ નારયણભાઈ જાટવ, ઉ.વ.૩૦ એ પંચ ભબીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, જગમોહન ખંજુભાઈ જાટવ, ઉ.વ.૩૦, રે. ગોદડીયા વાસ, દરેડ ગામવાળા પોતાની ઓરડીમાં વાસણ ધોવા ના ચોકડી માં કોઈપણ રીતે પડી જતા મોઢાના ભાગે તથા નાકના ભાગે લાગી જતા તથા મોઢા માંથી લોહી નીકળતા સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જતા મૃત્યુ પામેલ છે.

પાણીમાં ડૂબી જતા આઘેડનું મોત

અહીં હુશેની ચોક ખટકી વાડમાં રહેતા તોફીકભાઈ ઈકબાલભાઈ તારકબાણ, ઉ.વ.ર૪ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર  ઈકબાલભાઈ આમદભાઈ તારકબાણ, ઉ.વ.પ૧, કાલાવડનાકા બહાર, હુશેનીચોક, ખટકીવાડ, જામનગર વાળા ને તેના ઘરના બીજા માળ સુધી પાણી ભરાઈ ગયેલ હોય અને બધા ઉપરના માળે હોય ત્યારે મરણજનારનો પગ લપસી જતા નીચે પાણીમાં પડી જતા ડુબી જતા મરણ ગયેલ છે.

બંધ મકાનમાં હાથફેરો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રવિન્દ્રભાઈ બદ્રીપ્રસાદ સોની, ઉ.વ.૩ર, રે. દ્રારકેશ સોસાયટી–ર, માધવબાગ હરીયા કોલેજ રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૮–ર૦ર૧ ના દ્રારકેશ સોસાયટી–ર, માધવબાગ, હરીયા કોલેજ રોડ, જામનગરમાં ફરીયાદી રવિન્દ્રભાઈએ તેનું ઘર તા.ર૮–૮–ર૧ ના બંધ કરેલ અને તા.૧૧–૯–ર૧ ના પાછા આવેલ હોય અને આ સમય દરમ્યાન ઘરની અંદર કોઈ અજાણ્યો ઈસમ પ્રવેશ કરી ફરીયાદી રવિન્દ્રભાઈના ઘરના કબાટમાં રહેલ ૩૩૪ ગ્રામ કાચી ચાંદી જેની કિંમત રૂ.૧૦૦ર૦/– તથા ૩૦૦ ગ્રામ ના ચાંદીના એક જોડી સાકર જેની કિંમત રૂ.૯૦૦૦/– તથા ૧૦૦ ગ્રામના ચાંદીના બે સિકકા જેની કિંમત રૂ.૬૦૦૦/– પ૦ ગ્રામના ચાંદીના બે સિકકા જેની કિંમત રૂ.૩૦૦૦/– તથા ર૦ ગ્રામ ચાંદીના ચાર સિકકા જેની કિંમત ર૪૦૦/– તથા ૧૦ ગ્રામ ચાંદીના દસ સિકકા જેની કિંમત રૂ.ર૪૦૦/– તથા  ૧૦ ગ્રામ ચાંદીના દસ સિકકા જેની કિંમત રૂ.૩૦૦૦/– તથા ર૦૦ ગ્રામના ચાંદીના સાકરા નંગ–૪ જેની કિંમત રૂ.૬૦૦૦/– તથા પ૦ ગ્રામ ની ચાર ચાંદીની માછલી જેની િંકંમત રૂ.૧પ૦૦/– તેમ કુલ કિંમત રૂ.૪૦૯ર૦/– ના મુદામાલની ચોરી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

રીંજપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવીરસિંહ ભુપતસિંહ વાઘેલા એ ફરીયાદ નોંધાવી છે કે, રીંજપર ગામ આ કામના આરોપી ધરણાત નાથાભાઈ વસરા, સંજય સવાભાઈ વસરા, પીઠાભાઈ રાયસીભાઈ વસરા, મુકેશ મોહનભાઈ ગોહીલ,  રૂ.૧૬૭૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:39 pm IST)