Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ભાવનગર મંડળ પશ્ચિમ રેલવે સીઝન ટિકિટ ધારકોને 15 સપ્ટેમ્બરથી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડલની 16 ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી અપાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ભાવનગર મંડળ પશ્ચિમ રેલવે સીઝન ટિકિટ ધારકોને 15 સપ્ટેમ્બરથી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડલની16 ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે જે અંગે માશૂક અહમદ (વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધકભાવનગર પરા) એ એક યાદીમાં જણાવેલ કે ભાવનગર મંડળપશ્ચિમ રેલવે સીઝન ટિકિટ ધારકોને 15 સપ્ટેમ્બરથી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડલની 16 ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે
યાત્રિયોની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ 15 સપ્ટેમ્બર, 2021 થી ભાવનગર ડિવિઝનની 16 પેસેન્જર અને મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં સીઝન ટિકિટ
ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપી છે. આ ટ્રેનોની વિગતવાર માહિતી નીચે મુજબ છે
1. ટ્રેન નં. 09574/09573 પોરબંદર-રાજકોટ-પોરબંદર મેલ/એક્સપ્રેસ
2. ટ્રેન નં. 09514/09513 વેરાવળ-રાજકોટ-વેરાવળ પેસેન્જર
3. ટ્રેન નં. 09528/09527 ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર પેસેન્જર
4. ટ્રેન નં. 09572/09503 ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર પેસેન્જર
5. ટ્રેન નં. 09534/09533 ભાવનગર-સુરેન્દ્રનગર-ભાવનગર પેસેન્જર
6. ટ્રેન નં. 09512/09511 ભાવનગર-પાલિતાણા-ભાવનગર પેસેન્જર
7. ટ્રેન નં. 09525/09526 ભાવનગર-મહુવા-ભાવનગર મેલ/એક્સપ્રેસ
8. ટ્રેન નં. 09292/09291 અમરેલી-વેરાવળ-અમરેલી પેસેન્જર
સીઝન ટિકિટ ધારકોને રિવૈલિડેશન સિવાય માત્ર માસિક ધોરણે સીઝન ટિકિટ જારી કરવામાં
આવશે. લોકડાઉન પહેલા જે મુસાફરોની સિઝન ટિકિટ ની અવધિ બાકી હતી, તેમને 15
સપ્ટેમ્બર, 2021 થી બાકીના સમયગાળા માટે વિસ્તરણનો લાભ આપવામાં આવશે. આ માટે
મુસાફરોને જૂની સિઝન ટિકિટ બુકિંગ કાઉન્ટર પર રજૂ કરીને નવી સિઝન ટિકિટ જારી કરાવવી
પડશે. મુસાફરોને વિનંતી છે કે મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય વહીવટ દ્વારા જારી કરાયેલા
coVID-19 પ્રોટોકોલનું પાલન કરેં. પેમ ભાવનગર રેલવે ડિવિઝનના અધિકારી માશૂક અહમદ (વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધક ભાવનગર પરા) એ યાદીમાં જણાવ્યું હતું

(6:34 pm IST)