Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મોરબી જીલ્લામાં મેધાની ધમાકેદર ઇનિંગ, ક્યા કેટલો વરસાદ વરસ્યો જાણો….? જિલ્લામાં સારા વરસાદને કારણે અનેક ડેમોમાં નવા નીરની આવક :

મોરબી :  સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની ગઈકાલે તોફાની ઇનિંગ જોવા મળી હતી ત્યારે મોરબી જિલ્લામાં સૌથી વધારે ટંકારા તાલુકામાં વરસાદ વરસ્યો હતો.જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોરબી જીલ્લામાં તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો
છેલ્લા ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના વરસેલ વરસાદમાં મોરબીમાં ૮ મીમી, ટંકારામાં ૮૮ મીમી, હળવદમાં ૨૪ મીમી, વાંકાનેરમાં ૪૦ મીમી અને માળીયામાં ૩૧ મીમી વરસાદ નોંધાયો છે.ગઈકાલે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નેકનામ, હમીરપર, રોહિશાળા, અને ડેમી ડેમ સાઇટ વિસ્તારમાં ચારથી પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું તો ટંકારામાં પંથકમાં સૌથી વધારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું
વીજળીના કડાકા સાથે ટંકારા પંથકમાં વરસાદ વરસતા મોટા ખીજડીયા ગામે રહેતા વર્ષાબેન દેવજીભાઈ હણનું જર્જરિત મકાન ધરાશાહી થયું હતું તો વર્ષાબેન આશાવાર્કર તરીકે ફરજ બજવતા હોવાની માહિતી સરપંચ વલ્લભભાઈ પટેલ પાસેથી મળી હતી
મોરબી જીલ્લામાં સારા વરસાદને પગલે ડેમોમાં નવાનીરની આવક થઇ છે જેમાં મચ્છુ ૧ ડેમમાં ૧૦.૭૯ ફૂટ, મચ્છુ ૨ ડેમમાં ૦.૯૨, ડેમી ૧ ડેમમાં ૬.૩૦ ફૂર, ડેમી ૨ ડેમમાં ૬.૪૦ ફૂર, બંગાવડી ડેમમાં ૬.૭૩ ફૂટ, બ્રાહ્મણી દેમ્મમાં ૦.૬૨ ફૂટ અને ડેમી ૩ ડેમમાં ૯.૮૦ ફૂટ નવાનીરની આવક થઇ છે.

(7:18 pm IST)