Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મોરબી લાયન્સ ક્લબના ઉપક્રમે મૂંગા-બહેરા બાળકો માટે અનોખો સેવાયજ્ઞ: મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો

મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં બહેરા અને મૂંગા બાળકો માટે લાયન્સકલબ સંસ્થા અનેરો સેવાયજ્ઞ ચલાવી રહી છે જેમાં તાજેતરમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થી બાળકોએ લાભ લીધો હતો
ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોનું કોકલીયર પ્લાન્ટ સર્જરી કરીને બાળકોને સાંભળતા કરવામાં આવી રહ્યા છે ગુજરાતની પ્રજાને માહિતી ના હોવાથી અનેક લોકો લાભ લઇ સકતા નથી જે માહિતી લોકો સુધી પહોંચાડવા ખાસ કરીને વોટ્સએપ,ફેસબુકના માધ્યમથી પ્રચાર શરુ કર્યો હતો અને સી યુ શાહ હોસ્પિટલ સુર્નેદ્રનગરમાં ૪૦૦ થી વધુ બાળકોને ઓપરેશન માટે મોકલ્યા હતા જેના અમદાવાદના ડો. વિનોદ ખધારે કરેલ હતા અને તેઓને જાણકારી મળી હતી કે ૦૪f નામના મશીનથી માત્ર ૧૫ સેકંડમાં નવજાત શિશુને બહેરાશ છે કે નહિ તે જાણી સકાય છે જામનગર લાયન્સ ક્લબના આગેવાનના ડોનેશનથી મશીન ખરીદી નવજાત શિશુની ચકાસણી ચાલુ કરવામાં આવી હતી કોકલીયર ઓપરેશન ૦ થી ૩ વર્ષના બાળકોનું કરવામાં આવે તો ૧૦૦ ટકા સફળતા મળે છે જેથી ઓપરેશન કરવામાં આવતા ચંદ્રકાંતભાઈ દફતરીને અત્યાર સુધીમાં સોશ્યલ મીડિયા દ્વારા 1 લાખથી વધુ ફોન આવેલ છે ૨૫ હજારથી વધુ મેસેજથી જવાબ આપેલ અને ૧૧૦૦ થી વધુ ઓપરેશન કરવા માટે મોકલેલ છે
ત્યારે મોરબીમાં ઓપરેશન થઇ ગયેલા બાળકોને કે તેના માં બાપને મશીન અંગે કે સ્પીચ થેરાપી અંગે માહિતી આપવા મોરબીની શિવમ હોસ્પિટલમાં તા. 1૨ ના રોજ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ડો. મેડમ સૂરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં હવે ૭ જગ્યાએ કોકલીયર ઓપરેશનો થઇ રહ્યા છે જેથી મોરબી શહેરમાં ડો. પ્રેયશ પંડ્યા દ્વારા મશીનથી નવજાત શીશુઓનો ટેસ્ટ કરાયો હતો અને નવજાત શિશુનો બહેરાશનો ટેસ્ટ કરાવવા ઇચ્છતા હોય તેમને ચંદ્રકાંત દફતરીને મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૨૩૧૯૯ પર સંપર્ક કરવા જણાવ્યું છે
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોરબી લાયન્સ ક્લબ નઝરબાગના પ્રમુખ ડો. પ્રેયશ પંડ્યાએ સેવા આપી હતી તો સૌરાષ્ટ્રના લાયન્સના રીજીયન ચેરમેન રમેશ રૂપાલા, મોરબી ઝોનના ચેરમેન તુષાર દફતરી, સૌરાષ્ટ્ર કચ્છના લાયન્સના ડીસ્ટ્રીકટ ચેરમેન કેશુભાઈ દેત્રોજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રવીન્દ્ર ભટ્ટે કર્યું હતું.

(7:20 pm IST)