Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મોરબી-રાજકોટ હાઈવે પર કાર પલટી મારી ગઈ, સદનસીબે જાનહાની નહી

માધવ પાર્ટી પ્લોટ પાસે એક વાહન ડિવાઈડર પાસેથી રોડ ક્રોસ કરતુ હોય ત્યારે કાર ચાલકે કાવો માર્યા બાદ કાર પલટી મારી ગઈ

મોરબી-રાજકોટ હાઈવે પર અકસ્માતના બનાવો બનતા જ રહે છે જેમાં આજે વધુ એક અકસ્માતમાં એક કાર પલટી મારી ગઈ હતી જોકે બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રાજકોટ હાઈવે પર માધવ પાર્ટી પ્લોટ પાસે એક કાર પલટી ગઈ હતી માધવ પાર્ટી પ્લોટ પાસે એક વાહન ડિવાઈડર પાસેથી રોડ ક્રોસ કરતુ હોય ત્યારે કાર ચાલકે કાવો માર્યા બાદ કાર પલટી મારી ગઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે

(7:24 pm IST)