Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ ધ્રોલ કોર્ટે આપેલા ચુકાદા સામે જામનગરની કોર્ટમાં અપીલ કરશે

જામનગર : જામનગરના ધ્રોલમાં 2007માં સરકારી હોસ્પિટલમાં બે લોકોને અતિશય લોહી નિકળવાની ઘટના બાદ તે વખતના ધ્રોલ-જોડિયાના ધારાસભ્ય તરીકે રાઘવજીભાઈ પટેલ રજુઆત કરવા પહોંચ્યા હતા. તે સમયે અધિક્ષકે દરવાજો બંધ કરી દીધો હતો.અને ટોળું એકત્ર થતા કાંકરીચાળો થયો હતો અને તોડફોડની ઘટના બની હતી. આ ઘટના બાદ હોસ્પિટલના અધિક્ષકે ધ્રોલમાં આ અંગે ગુન્હો નોંધાવ્યો હતો અને આ ગુન્હામાં ધ્રોલની કોર્ટમાં 13 વર્ષ બાદ ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત 5ને દોષિત જાહેર કરી 6 મહિનાની કેદ અને 10હજારના દંડની સજા ફટકર્યો હતો. ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપરાંત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા અને ત્રણ પત્રકારોને દોષિત જાહેર કરી સજા સંભળાવ્યા બાદ ધારાસભ્ય રાઘવજી પટેલ હાલ જામીન મુક્ત થયા છે.અને ધારાસભ્યએ આ અંગે જામનગરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ અંગે અપીલ કરશે.તેમ તેઓએ જણાવ્યું હતું. અને રાઘવજી પટેલે કહ્યું હતું કે,ન્યાયિક પ્રક્રિયા ઉપર પૂરો ભરોસો છે. જે તે વખતે ત્યાંનો હું ધારાસભ્ય હતો.અને રજૂઆત માટે ગયો હતો.અને ટોળું એકત્ર થયું હતું.અને જે ઘટના બની હતી. આ ઘટના બાદ ધ્રોલની કોર્ટે જે ચુકાદો આપ્યો છે. જે અંગે મનોજભાઈ અનડકટ, વી.એચ.કનારા જેવા તજજ્ઞો-વકીલોનું માર્ગદર્શન મેળવી જિલ્લા કોર્ટમાં અપીલ કરવા અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમ અકિલા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

(11:24 am IST)