Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સુરેન્દ્રનગર DYSPની મુલાકાત લેતા આગેવાનો : ટ્રાફીક સમસ્યાની ચર્ચા થઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૪  : સુરેન્દ્રનગરમાં વાણંદની બદલી થતા સુરેન્દ્રનગર માં (ડીવાયએસપી) નાયબ  પોલીસ અધિક્ષક તરીકે એચ.પી.દોશીની નિમણુંક થઈ છે. એચ.પી.દોશી દ્વારા ચાર્જ સંભાળીયા ની સાથેજ શહેર ની દરેક સમસ્યાઓ ને ઊંડાણ પૂર્વક સમજવા માટે શહેરના વ્યાપાર અને વાણિજય ની દરેક અગ્રણીય સંસ્થાઓ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત નું આયોજન ચાલુ કરેલ છે. સુરેન્દ્રનગર નગરપાલિકા ના પુર્વ પ્રમુખ વિપીનભાઈ ટોલીયા, ઝાલાવાડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ શૈલેષભાઇ શાહ, ઉપપ્રમુખ શ્રીનંદ પલસીકર, પુર્વ-પ્રમુખ પુલીનભાઈ ત્રિવેદી, ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ના ચેરમેન કિશોરસિંહ ઝાલા,  પ્રમુખ કમલેશભાઈ રાવલ, વઢવાણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ના પ્રમુખ સુમિતભાઈ પટેલ, સેક્રેટરી હેમલભાઈ શાહ, જીનતાન ઉદ્યોગનગર ના પ્રમુખ ભરતભાઈ કોઠારી, નિલેશભાઈ વગેરેએ શુભેચ્છા મુલાકાત દરમ્યાન શહેર ની અલગ અલગ સમસ્યાઓ વિષે વિસ્ત્રુત ચર્ચાઓ કરેલ.

 જેમાં ખાસ કરીને ૧) હેન્ડલુમ થી ટાવર રોડ ઉપર ની ટ્રાફિક સમસ્યા જેમાં ખાસ ખીજડીયા હનુમાનજીની બઝાર ની ટ્રાફિક સમસ્યા નો જલ્દી થી જલ્દી ઉકેલ લાવવો. ૨) ૮૦ ફૂટ રોડ પરનો ટ્રાફિફ અને સ્વછતા વિષે નો મુર્દ્દોં ઉપરાંત. ૩) જીઆઇડીસીમાં આવેલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ની બાજુ માં ડિટેઇન કરેલ વાહનો નો ઉકેલ લાવવો. ૪) લીંબડી થી સુરેન્દ્રનગર માં આવતા શિયાણી ની પોળ પાસે થતી ટ્રાફિક સમસ્યાને તાત્કાલિક ઉકેલ લાવર્વોં વગેરે મુદ્દે ચર્ચા કરવામાં આવેલ. ૫) શહેરની વિઠ્ઠલ પ્રેસ વિસ્તાર ની ટ્રાફિક સમસ્યા નો ઉકેલ લાવવો વગેરે મુદ્દે ચર્ચા કરવામાં આવેલ.

આ ઉપરાંત પુરા સૌરાષ્ટ્ર માં સૌથી શાંત જીલ્લા તરીકે ગણના થાય છે ત્યારે સમગ્ર શહેરીજનો હંમેશા જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા સાહેબ અને (ડીવાયએસપી) નાયબ પોલીસ અધિક્ષક તરીકે એચ.પી.દોશીને હંમેશા સહકાર આપતા રહેશે અને શહેરની શાંતિ અને શોભા વધે એના માટેજ દરેક પ્રકાર પ્રયાસો  કરવા તૈયાર રહેશે તેમ આગેવાનોએ જણાવ્યું હતુ.

(11:26 am IST)