Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ઉના પાસે ૪ બાઇક ઉપર લઇ જવાતો ૩૯ હજારનો દારૂ ઝડપાયોઃ એક યુવાન ઝડપાયોઃ અન્ય ૬ નાસી ગયા

ઉના તા. ૧૪ : નવાબંદર મરીન પોલીસે તડ ગામની ખાડી પાસે ૪ મોટર સાયકલમાં ૭૮૦ બોટલ ઇંગ્લીશ દારૂ કિ. ૩૯ હજારની સાથે ૧ આરોપી પકડાયો અને ૬ યુવાનો નાસી છુટતા કુલ રૂ. ર લાખ ૯ હજાર મુદામાલ પોલીસે પકડી પાડયો હતો.

તડ ગામના દરીયાઇ ખાડી વિસ્તારમાં વિેશી દારૂનો મોટો જથ્થો ઉતરવાની બાતમી નવા બંદર મરીન પોકોસને મળતા જુનાગઢ રેન્જ આઇ.જી.પી.મન્નીદર સીંગ પવાર ત્થા જીલ્લા પોલીસ વડા રાહુલભાઇની સુચનાથી પીએસઆઇ કે.વી.પરમાર હેડ કોન્સ. પ્રવિણભાઇ બી.મોરી, સરમણભાઇ ેલણા, પ્રદિપસિંહ રાયઝાદા, મનુભાઇ વાળા, મોહનભાઇ મકવાણા, હસમુખભાઇ ચાવડા, પ્રદીપભાઇ વંશ, કડક પેટ્રોલીંગ કરી ખાડી પાસે મુસ્તાક ઉર્ફે બરકતબાબા નુરમહમદ કટારીયા જાતે પઠાણ ઉ.૩૯ રે. દિવને પકડી  તપાસ કરતા મોટર સાયકલ ઉપર થેલામાં છુપાવેલ પર પ્રાંતની ઇંગ્લીશ દારૂની બોટલ નં. ૭૮૦ રૂ.૩૯ હજારની કિંમતની મળી આવેલ.

મોટરસાયકલ સુઝુકી બર્ગમેન રૂ. પ૦,૦૦૦૦ હોન્ડા ડયુટ સ્કુટ જી.જે. ૩ર-એલ.૪૦પ૬ રૂ.રપ,૦૦૦ મેસ્ટ્રો સ્કુટર જી.જ. ૦૧ એફ.ડબલ્યુ ૯૪ર૮ રૂ.રપ૦૦૦ હોન્ડા ૬ ડ્રોર્નર મો.સ્સીજી.જી ૩રર ૮૮૩૬ રૂ.પ૦,૦૦૦ મોબાઇલ ફોન ૧ રૂ.૧૦-૦૦૦, પ૦૦૦ મોબાઇલ ફોન કુલ મોબાઇલ ફોન ૪ રૂ. ર લાખ ૯ હજાર પ૦૦ મુદામાલ પકડી પાડેલ હતો તેના સાથીદાર. રોહીત ભીખાભાઇ વઢવાણા રે. દિવ (ર) દિપેશ ઉર્ફે દિપુ કેશવભાઇ રે. જોમાવાડા દિવ (૩) રામદીપ જેસીંગભાઇ ડોડીયા રે. અડવ તા. કોડીનાર, (૪) રાકેશ ગોવિંદ સોલંકી રે. ભીંગરણા (પ) અશોક મેઘાભાઇ ચારણીયા રે. કાજરડી (૬) એક અજાણ્યો શખ્શ નાસી છુટતા તેની સામે ગુનો પી.એસ.આઇ. કે.વી.પરમારે નોંધ્યો છે.

(11:29 am IST)