Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોટડાસાંગાણીના પીપલાણામાં બાળકી પર દુષ્કર્મ કરનાર સગીર આરોપી ઝબ્બે

કોટડાસાંગાણી,તા.૧૪ : પીપલાણા ગામે સગીર વયની બાળકિ પર છાશવારે વારંવાર છરી બતાવી બાઈક પર લઈ જઈ ગામનોજ કિશોર વયનો આરોપી દુષ્કર્મ ગુજારતો હોવાની ફરીયાદ નોંધાઈ હતી.જેના આરોપીને પોલીસે જસદણ ખાતેથી જડપી લીધો છે.

નવમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય કિશોરી જયારે કપડા ધોવા નદીએ જતી ત્યારે તેમને ગામનોજ કિશોર વયનો આરોપી છરી બતાવી આરોપી તેમના ઘરે કોઈ હાજર ન હોઈ ત્યારે લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાની ફરીયાદ કોટડાસાંગાણી પોલીસમાં નોંધાતા પોલીસે આરોપીને જડપી પાડવા. પીપલાણા સરધાર વિંછિયા સહીતના ગામોમા અલગ અલગ ટીમો બનાવી પકડી પાડવા તપાસ તેજ કરી હતી.છતા આરોપી હાથ લાગ્યો ન હતો.ત્યારબાદ આરોપી જસદણ હોવાની બાતમીના આધારે પીએસઆઈ વી કે ગોલવેલકર. કે સી રાણા સહીતના સ્ટાફે કિશોર વયના આરોપીને દબોચી લીધો હતો.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:29 am IST)