Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કૃષિ બીલનો વિરોધ કરનારા ભ્રામક પ્રચાર કરીને ભ્રમિત કરવાનું પાપ કરે છે : પરષોતમભાઇ રૂપાલા

ધારી પંથકના કોંગ્રેસ -આમ આદમી પાર્ટીના આગેવાનો-કાર્યકરો ભાજપમાં જોડાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૪: ધારી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય અને મિડિયા સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના રાજયકક્ષાના મંત્રી પરષોત્ત્।મભાઈ રૂપાલાના વરદહસ્તે યોજવામાં આવ્યો હતો આ તકે ૧૮ જેટલા વિરોધ પક્ષના વિવિધ કાર્યકરોએ પરષોત્ત્।મભાઈ રૂપાલા સહિત મંચસ્થોના હાથે ભગવો ખેસ પહેરી કેસરિયા કર્યા હતા અને ભાજપ ઉમેદવાર જે વી કાકડીયાને જીતાડવા નિર્ધાર કર્યો હતો પોતાની નૈસર્ગિક છણાવટ સાથે પ્રવચન કરી રહેલા અમરેલી જિલ્લાના પનોતાપુત્ર અને કેન્દ્રીય મંત્રી પરષોત્ત્।મભાઈ રૂપાલા એ સરકારની કાર્યસિદ્ઘિ તેમજ વિરોધપક્ષ દ્વારા ખોટા પ્રચાર કરી ફેલાવાતા દંભ અને ભ્રમ સંદર્ભે સુવ્યવસ્થિત છણાવટ કરી ભારત દેશના વિકાસ શિલ્પી નરેન્દ્રભાઇ મોદીની ટીમના ઉમેદવાર જે વી કાકડીયાને જંગીબહુમતિથી વિજય બનાવવા કાર્યકરોને અપીલ કરી હતી

ધારી વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટક કેન્દ્રીય મંત્રી પરષોત્ત્।મભાઈ રૂપાલા એ જણાવ્યું કે કોરોનાને કારણે દૂનિયા થંભી ગઈ છે કોવિડ-૧૯ની સ્થિતિને આપણે ધ્યાન પર લેવી જોઈએ આવા સંજોગોમાં ચૂંટણી આવી છે ત્યારે કોવિડ-૧૯નો પ્રોટોકોલ ભંગ ન થાય એ સંપૂર્ણ તકેદારી, કાળજી અને સાવચેતી રાખી આપણે જે વી કાકડીયાને વિજય બનાવવાના છે હાલ કોંગ્રેસ અને વિરોધી દળો એક ભ્રામક પ્રચાર ચલાવી રહ્યા છે અને ખેડૂતો માટે મહત્વલક્ષી કૃષિબીલનો ખોટો પ્રસાર કરી રહ્યાં છે નવા કાયદા અને કલમથી ખેડૂતો સામે માત્ર વાહિયાત ભ્રમ અપ્રચાર ચાલે છે વાસ્તવમાં એવું કાંઈ છે જ નહીં આ લોકો કોન્ટ્રેકટ ફાર્મીંગમાં જમિનને લઈ એવો ભય ફેલાવે છે કે જમિનો જતી રહેશે પણ આપણે કોન્ટ્રેકટ ફાર્મીંગમાં જમિનનો ઉલ્લેખ જ નથી કર્યો જમિનનો વિષય જ દાખલ નથી કર્યો તો ખેડૂતોને ડરવાની કે ભયભીત થવાની જરૂર જ નથી એમ એસ પી બંધ કરી દેવાના છીએ એ પણ ખોટો પ્રચાર વિરોધીઓ ચલાવી રહ્યા છે.

આ પ્રસંગે ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) એ જાણાવ્યું હતું કે જે વી કાકડીયા એ દરેક નાનામોટા લોકોને સાથે રાખી કામ કર્યા છે જે વી કાકડીયા અને કમળને મત આપવા લોકો થનગની રહ્યા છે સકારાત્મક કામ કર્યા છે સરકારના વિકાસના અભિગમને અગ્રતા આપી લોકો ઈચ્છે છે જે વી કાકડીયા ચૂંટાઈ ગચકો માસોલના ચેરમેન અને નાફેડના વાઈસ ચેરમેન તેમજ જિલ્લાના સહકારી આગેવાન દિલીપભાઈ સંદ્યાણી એ જણાવ્યું હતું કે જે વી કાકડીયાના વિજયના નિર્ધાર સાથે આપણે કામે લાગી જઈએ આપણી પાર્ટીએ છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચાડી છે કાર્યકરો સતત મથતા રહ્યા છે મોદીજીના નેતૃત્વમાં આયુષ્માન ભારત જેવી અનેક યોજનાઓ છે દેશના જી ડી પી માં ફાળો હોય તો ખેડૂતો નો છે આપણે બધા પડતર પ્રશ્નો જે વી કાકડીયાના માધ્યમથી ઉકેલશું ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી એ જણાવ્યું હતું કે પ્રત્યેક બુથના કાર્યકરે એમને આવકાર આપ્યો છે જે વી કાકડીયાએ ૧૪૪ ગામમાં પ્રવાસ પૂર્ણ કર્યો બે રાઉન્ડ પ્રવાસના પૂર્ણ કર્યા છે અને ત્રીજો રાઉન્ડ શરૂ કરી પુરો કરીશું સરકારના કામો લોકો સુધી લઈ જશુ આ ઉપરાંત ભંડેરીએ સંગઠનની કામગીરીની વિશેષ છણાવટ કરી હતી પૂર્વસાંસદિય સચિવ હિરાભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે ઓછો સમય છે મતદાન કરવાનું છે મહાભારતનો દાખલો ટાંકતા ઉમેર્યું હતું કે યુદ્ઘ એજ કલ્યાણ ભાજપ માટે આઠ ધારાસભ્યો એ રાજયસભામાં મત આપી સાંસદ મોકલ્યા આપણી પાર્ટી માટે આ ઉમેદવારોએ કર્યુ હવે આપણે કરવાનું છે કેશોદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા એ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકારની વિકાસગાથામાં આપણે જોડાવાનું છે અને જે વી કાકડીયાને વિજય બનાવવાના છે ભાજપ ઉમેદવાર જે વી કાકડીયા એ જણાવ્યું હતું કે તમામ સમાજના કામો હું કરતો આવ્યો છું અને કરતો રહીશ આપ સહુ તમામનો સંપર્ક કરો પુરૂ મતદાન થાય બધા સમાજને સાથે રાખી આપણે આગળ વધીયે પૂર્વધારાસભ્ય અને માર્કેટિંગ યાર્ડ ચેરમેન મનસુખભાઈ ભૂવા એ જણાવ્યું હતું કે કોંગ્રેસના ઠેકાણા નથી અને આપણે દોઢ બે માસથી પ્રવાસ પણ પૂર્ણ કરી નાંખ્યો છે આપણી પાસે વ્યૂહ અને સંગઠન છે આ તકે કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા એ કર્યુ હતું સંચાલન ધારી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અતુલભાઈ કાનાણી એ કર્યુ હતું અને આભારવિધિ ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી એ કરી હતી.

આ તકે કેન્દ્રીય મંત્રી પરષોત્ત્।મભાઈ રૂપાલા અને ભાજપના દિગ્ગજોના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરીને કિરણબેન પટેલ આમ આદમી પાર્ટી , પ્રેમજીભાઈ સેંજલીયા - ( રબારીકાવાળા ) સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી, હરસુખભાઈ ચાવડા - બગસરા તાલુકા કોંગ્રેસ , કિશોરભાઈ વેગડા - બગસરા તાલુકા કોંગ્રેસ , ચંદનકુમાર હિંમતભાઈ દેવાતકા ધારી , રવિરાજભાઈ હિંમતભાઈ દેવાતકા - ધારી ,  મનસુખભાઈ કાથરોટીયા - પૂર્વપ્રમુખ ચલાલા નગરપાલિકા,  કમલેશભાઈ વિઠ્ઠલાણી - પૂર્વસદસ્ય ચલાલા નગરપાલિકા, ઘનશ્યામભાઈ રબારી - પૂર્વચેરમેન બાંધકામ સમિતિ ચલાલા , પોપટભાઈ પાનસુરીયા - ચલાલા, નરેન્દ્રપુરી ગોસાઈ - ચલાલા,  વિપુલભાઈ શિરોયા - ખેડૂત અગ્રણી કમી, રણજીતભાઈ વાળા - ચલાલા , કમલેશભાઈ જેઠવા - ચલાલા, રાજુભાઈ વાળા - ચલાલા, મંગળુભાઈ જેબલીયા - ચલાલા, પ્રતાપભાઈ વાળા - ચલાલા, રોહિતભાઈ હિરપરા - ખેડૂત અગ્રણીને ભાજપમાં જોડાયા હતા.

(11:30 am IST)