Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ધ્રોલમાં અગાઉ કરેલી ફરીયાદનો ખાર રાખીને માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪ : ધ્રોલ પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ ભગવાનજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૦–ર૦ર૦ના મામલતદાર ઓફીસ બહાર, ધ્રોલમાં ફરીયાદી વિજયભાઈએ આરોપી હેમત ગેલજીભાઈ ચાવડા પર અગાઉ ફરીયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપી હેમત ગેલજીભાઈ ચાવડાએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી કલ્ચવાયરથી ફરીયાદી વિજયભાઈને શરીરે મુંઢ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

મંદિરમાંથી મોબાઈલ ફોન ચોરાયાની રાવ

 પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કરણદેવસિંહ ઉર્ફે કરણસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૦–ર૦ર૦ના શ્રી ખીમેશ્વર મહાદેવર મંદિર, ખીમરાણા ગામે મંદિરે પુજા અર્ચન કરવા માટે ગયેલ હોય અને તે સમયે ફરીયાદી કરણદેવસિંહનો સેમસંગ જી–૯૭પ એસ ૧૦–૧ર૮ જી.બી. બ્લ્યુ જેના આઈ.એમ.આઈ. નં. ૩પપ૩૩ર૧૦૦૧ર૧૬૦ તા.૭–પ–ર૦૧૯ ના રોજ ફોનવાલા લીમડા લાઈન જામનગર માંથી પિતા પ્રવિણસિંહ હરિસિંહ વાળાએ ખરીદ કરેલ હોય જેની કિંમત રૂ.૭૩,૯૦૦/– જે મોબાઈલ ફરીયાદી કરણદેવસિંહ વાપરતા હોય જે મોબાઈલ મંદિરની અંદર આવેલ પથ્થર પર  રાખેલ હોય અને પુજા અર્ચના બાદ ફરીયાદી કરણદેવસિંહએ શોધખોળ કરેલ પરંતુ મોબાઈલ મળી આવેલ ના હોય જે અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતા ત્રણ ઝડપાયા : એક ફરાર

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. મયુરસિંહ જટુભા પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૦–ર૦ર૦ના ગ્રેઈન માર્કેટ, દરવાજા પાસે, ધ્રોલમાં આરોપી હનીફભાઈ ઉર્ફે પંચુ દાઉદભાઈ મરછીયા, ફીરોઝભાઈ દાઉદભાઈ મરછીયા, મેમુદભાઈ દાઉદભાઈ મરછીયા, રે. ધ્રોલ વાળા જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી રોકડા રૂ.૧૮પ૦/– તથા મોબાઈલ –ર, કિંમત રૂ.૧૦૦૦/– મળી કુલ રૂ.ર૮પ૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી નરેશભાઈ ઉર્ફે છોટુ જેઠાભાઈ ચાવડા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રહેણાક મકાનમાં હાથફેરો કરતો તસ્કર

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈ ઉર્ફે મુકાભાઈ જેશાભાઈ કરંગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૧૦–ર૦ર૦ના ફરીયાદી રાજેશભાઈ તથા તેમના પત્ની પોતાના રૂમનો દરવાજા ને તાળુ મારી તથા આગળ લોખંડની ડેલીને તાળુ મારી ને ખેતમંજુરીકામ કરવા ગયેલ હોય તે સમય દરમ્યાન આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ તેના ખુલ્લા ફળીયાની સામે અવોલ ખંઢેર મકાનનો લાકડાનો દરવાજો તોડી ફળીયા અંદર પ્રવેશ કરી રૂમનો દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી લાકડાના કબાટમાં રાખેલા રોકડા રૂ.૩પ,૦૦૦/– ની જુદા જુદા દરની ચલણી નોટો ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

કાલાવડમાં વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૦–ર૦ર૦ના મેઈન બજાર  જુના ચોરાના ઓટા પાસે આરોપી પ્રવિણ ઉર્ફે પવો મોહનભાઈ અગ્રાવત રે. કાલાવડ વાળો જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧ર૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:37 pm IST)