Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સાવરકુંડલામાં દિવાળીની રાતે ખેલાતું પરંપરાગત ઈંગોરિયા યુદ્ધ

દિવાળી પર્વની અનોખી ઊજવણી : સાવરકુંડલાના રમતવીરો એકાદ માસથી ઇંગોરીયા અને કોકડા તૈયાર કરે છે,આ લડાઈ નિર્દોષ-નુકસાનકારક નથી

સાવરકુંડલા, તા. ૧૩ : છેલ્લા ૧૦૦ વર્ષથી સાવરકુંડલામાં દિવાળીની રાત્રે પારંપારિક રીતે ખેલાતું ઇંગોરીયાનુ યુદ્ધ અતિ રોમાંચક હોય છે. જેની તૈયારી સાવરકુંડલાના રમતવીરો એકાદ માસથી ઇંગોરીયા અને કોકડા તૈયાર કરતાં હોય છે. આ લડાઈ નિર્દોષ અને નુકસાનકારક નથી જેની સાવરકુંડલા વાસીઓએ કેવી કરી છે તૈયારી શું છે લડાઈ અને ઈંગોરિયા એ જાણવું રસપ્રદ બની રહેશે.

આ અતિ રોમાંચકારી નિર્દોષભાવે ખેલાતું યુધ્ધ સાવરકુંડલામાં છેલ્લા ૧૦૦ વર્ષ પહેલાંથી ખેલાય છે. વર્ષો પહેલાં સાવર અને કુંડલા એમ બે ભાગમાં યુવાનો વહેચાઇ જતાં અને રાત્રે દસ વાગ્યાથી સવાર સુધી સામસામે સળગતાં ઇંગોરીયા ફેંકી લડાઇ કરતા હતા. આ યુદ્ધ માત્ર સાવરકુંડલામા જ ખેલાય છે, આ લડાઇને જોવા માટે સાવરકુંડલાના નગરજનોના ઘરે અનેક મહેમાનો આવે છે. આ નિર્દોષ લડાઇથી કોઇ દાઝતું નથી અને રોકેટ જેમ છનનન કરતું આવતાં ઇંગોરીયા કે કોકડાનો અવકાશી નજારો નહિ પણ ધરતીનો અદભુત નજારો નિહાળી દર્શકો અભિભૂત થઇ જાય છે.

વૃક્ષ પર પાકતા ઈંગોરીયા નાના ચીકુ જેવું હોય છે અને છેલ્લાં સો વર્ષથી સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ની લડાઈ પારંપરિક રીતે રમાય છે હાલ કોરોના મહામારીના કારણે હિંગોરીયાની લડાઇ થશે કે નહીં તે અવઢવમાં સાવરકુંડલાના યુવાનોએ ઈંગોરીયા અને કોકડા તૈયાર નથી કર્યા. સામાન્ય રીતે એકથી દોઢ લાખ કોકડા અને ૫૦,૦૦૦ ઉપરના ઇંગોરીયા ભરવામાં આવે છે અને શહેરીજનો યુવાનો એકબીજાની સામસામે સળગતા કોકડા અને ઈંગોરીયા ફેકે છે.

આ લડાઈ નિર્દોષ અને માણવા જેવી છે જેને જોવા માટે દૂર-દૂર દેશાવર અનેક લોકો આવે છે ચાલુ વર્ષે ઈંગોરીયા એકનો ભાવ રૂપિયા ૧૨ છે અને કોકડાનો ભાવ સાત રૂપિયા છે પરંતુ આ કોકડા દિવાળી પહેલાએક દોઢ મહિને તૈયારી કરવામાં આવતી હોય ચાલુ વર્ષેએકમાત્ર વ્યક્તિએ ઈંગોરીયાઅને કોકડા તૈયાર કર્યા છે અને એ પણ બહુ જ ઓછા. જો કે લડાઈ તો રમાશે જ પરંતુ એકાદકલાકમાં આ ઈંગોરીયા યુદ્ધસમેટાઇ જશે ત્યારે આ રોમાંચક લડાઈ દિવાળીના દિવસેમાણવા જેવી અને જોવા જેવી હોય છે.

(8:22 pm IST)