Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને સોના-હિરા જડિત ૬.પ૦ કરોડના વાઘા

૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદ સ્વામીજી મહારાજ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા સંતોનાં હસ્તે અર્પણવિધીઃ મહામારૂતી યજ્ઞ, અન્નકુટ, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં હરિભકતો જોડાયા

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને આજે ૬.૫૦ કરોડના સોના અને હીરા જડીત વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે સંતો અને હરીભકતો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજન તથા દર્શનનો લાભ લીધો હતો જે તસ્વીરમા નજરે પડે છે

વાંકાનેર તા. ૧૪ :. બોટાદ જીલ્લાના જગપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી દાદાને આજે ૬.પ૦ કરોડના સોના-હિરા રત્નજડિત વાઘા અર્પણ કરવામાં આવ્યા છે.

સાળંગપુરધામ ખાતે આજે શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર માં આજે કાળી ચૌદસના પવીત્ર પર્વે સવાર થી દાદાના પાવન સાનિધ્યમાં સવારના સાત વાગ્યાથી 'મારૂતિ યજ્ઞ'નો શુભ પ્રારંભ ભકિતમય ના દિવ્ય માહોલ વચ્ચે થયેલ છે

આજરોજ સવારના દાદાની મંગળા આરતી તેમજ શણગાર આરતી પૂજારી શ્રી ડી, કે સ્વામીજી ના ગુરૂદેવશ્રી મહંત પુરાણી શ્રી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામીજી એ કરી હતી. તેમજ યજ્ઞ નો શુભારંભ સવારના સાત કલાકે થયેલ હતો જે યજ્ઞમાં પૂજામાં સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી તેમજ વિવેકસાગર સ્વામીજી , મહંત પુરાણી શ્રી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી, પરમ પૂજય કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર સ્વામીજીએ  તથા હરિભકતોએ યજ્ઞમાં આહુતિ આપી હતી.

તેમજ બપોરે બાર કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને નવ નિર્મિત સુર્વણ આઠ કિલો , તેમજ હીરા, રત્ન મોતી જડીત કલાત્મક  'વાઘા' ની અર્પણ વિધિ વડતાલ મંદિરના ગાદિપતિ પરમ પૂજય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રશાદદાસજી મહારાજશ્રી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મહંત પુરાણુ શ્રી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામીશ્રી વિવેક સાગર સ્વામીજી, ડી, કે, સ્વામીજી તથા સંતોના હસ્તે કરવામાં આવી હતી.

તેમજ વાઘા અર્પણ વિધિ પહેલા સવાર ના અગિયાર કલાકે અન્નકોટ ધરવામાં આવેલ હતો આ ઉપરાંત બપોરે બાર કલાકે દાદા ની મહા આરતી કરવામાં આવેલ હતી આજે સવારથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ધામમાં ભાવિક ભકતજનો દાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે દાદા ને વિશેષ શણગાર કરવામાં આવેલ છે.

(1:14 pm IST)