Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જુનાગઢ ભાજપના નવ નિયુકત પ્રમુખ પુનિત શર્માનો પદગ્રહણ સમારોહ

જુનાગઢ તા.૧૪ : મહાનગર ભારતીય જનતા પાર્ટીના નવનિયુકત અધ્યક્ષ પુનિતભાઇ શર્માનો એગ્રીકલ્ચર ઓડીટોરીયમ ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં શરણાઇના સુર વચ્ચે પુનિતભાઇ શર્માને દરેક વોર્ડમાંથી બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના ખંભે બેસાડી પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું. મહામંત્રી ચંદ્રેશ હેરમાએ શબ્દોથી સ્વાગત કર્યુ હતું ગૌરવ રૂપારેલીયાએ અબ જાગ ઉઠો કમર કશોનું તથા વંદેમાતરમનુ ગાન કર્યું હતું આ પ્રસંગે પુર્વ મુ.મંત્રી કેશુભાઇ પટેલને યાદ કરી મૌન રાખી ભાવાંજલી આપેલ.

આસમારોહમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા રાજયના કેબીનેટ મંત્રી જવાહારભાઇ ચાવડા, શશીકાન્ત ભીમાણી, મેયર ધીરૂભાઇ ગોહેલ ડે.મેયર હિમાન્સુ પંડયા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશીયા દંડક ધરમણ ડાંગર શાશકપક્ષના નેતા નટુ પટોળીયા, સંજય કોરડીયા, નિલેશ ધુલેશીયા, પ્રદિપ ખીમાણી, કાળુભાઇ સુખવાણી, કે.ડી.પંડયા, જી.પી. કાઠી, ગિરીશ કોટેચા સહિતના કોર્પોરેટરો હોદેદારો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

જુનાગઢ શહેર જનતા પાર્ટીના પ્રમુખપદે વિધિવત ચાર્જ સંભાળનાર પુનિત શર્માએ જણાવ્યું હતું કે  આજથી દોઢ દાયકા પહેલા એક કાર્યકર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી પુનિતભાઇએ તેમની ભાજપાના સંગઠનમાં ર૦૦૪ થી શરૂ કરેલી નિષ્ઠાપુર્વકની કામગીરીની પક્ષે કદર કરી છેઆ હોદો નથી મારા માટે જવાબદારી છે નગર અને નગરજનોની ચિંતા અને ચિંતત કરવા હુ પ્રતિબદ્ધતા વ્યકત કરૂ છું ઉપરોકત તસ્વીરમાં શહેર ભાજપના પ્રમુખ તરીકે વિધીવત ચાર્જસંભાળ્યા બાદ પુનિતભાઇ શર્મા પૂર્વ પ્રમુખ શશીકાન્તભાઇ ભીમાણી સાથે સાસંદ રાજેશભાઇ  ચુડાસમા, ચંદ્રેશ હેરમા, યોગી પઢીયાર, સંજય મણવર સહિતના નજરેપડે છે. (અહેવાલઃ વિનુ જોષી-તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:34 am IST)