Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સરહદના સંત્રીઓ અમિતભાઈ શાહના શબ્દોથી ભાવવિભોર બન્યા

જબ તક બીએસએફ હૈ, મુજે દેશ કી સીમાઓ કી ચિંતા નહી. સજાગ પ્રહરી બીએસએફકે જવાન અહર્નિશ સમયોચિત અપને બલિદાન કે લીયે તૈયાર રહતે હૈ, પુરા દેશ આપ પર ગર્વ કર રહા હૈ, ઇસમે મૈ ભી સામિલ હું. શુભકામનાએ...

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૪: પોતાની મક્કમ નિર્ણયશકિત અને હિંમતભર્યા નિર્ણયો માટે જાણીતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના શબ્દોથી સરહદના સંત્રીઓ ભાવવિભોર બન્યા હતા.

 કચ્છ સરહદે ધોરડો મધ્યે આયોજિત બીએસએફના જવાનોના શસ્ત્ર પ્રદર્શન માં પાકિસ્તાનને જોડતી કચ્છની રણ, દરિયાઈ અને ક્રીક સરહદે વિપરિત સંજોગોમાં જવાનોની બહાદુરીભરી કામગીરી નિહાળી ગૃહમંત્રી અમિતભાઈ શાહે ત્યાં મુકેલ બુકમાં પોતાનું નોટિંગ કરીને પ્રતિભાવ દર્શાવ્યો હતો.

પોતાના શબ્દો દ્વારા અમિતભાઈએ વ્યકત કરેલ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, જબ તક બીએસએફ હૈ, મુજે દેશ કી સીમાઓ કી ચિંતા નહી. સજાગ પ્રહરી બીએસએફકે જવાન અહર્નિશ સમયોચિત અપને બલિદાન કે લીયે તૈયાર રહતે હૈ, પુરા દેશ આપ પર ગર્વ કર રહા હૈ, ઇસમે મૈ ભી સામિલ હું. શુભકામનાએ. સીમાના સંત્રી એવા બીએસએફના જવાનોને ગૃહમંત્રીના આ શબ્દોએ ભાવવિભોર બનાવી દીધા હતા.

શસ્ત્ર પ્રદર્શન દરમ્યાન બીએસએફના ડીજી રાકેશ અસ્થાના, કેન્દ્રીય ગૃહ સચિવ સહીતના અધિકારીઓ પણ સાથે રહ્યા હતા.

(11:35 am IST)