Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અમરેલીના મોટા આંકડીયામાં રાત્રીના ત્રણ સિંહો આવી ચડયાઃ લોકો એકઠા થતા ચાલતી પકડી

વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૪ : તાજેતરમાં અમરેલી શહેરમાં દિપડો આવ્યાનો બનાવ બન્યા બાદ ગઇ રાત્રીના અમરેલીના મોટા આંકડીયામાં ત્રણ  સિંહો આવી ચડયા હતા અને ભાજપ અગ્રણી શૈલેષ પરમારના ઘર પાસે જ તેમણે બળદનું મારણ કર્યુ હતુ. પરંતુ ત્યાં લોકો એકઠા થઇ જતાં સિંહોને  ભોજન થયું ન હતુ અને ચાલ્યુ જવુ પડયુ હતુ. ત્રણેય સિંહો મોટા આંકડીયાવિધી અને પીળલગ જવાના રસ્તે ચડી ગયા હતા. તેમણે એક મારણ કર્યુ હતું.

અમરેલી ડીવીઝનના આરએફઓ દિલીપ ગઢવીના જણાવ્યા અનુસાર આ ત્રણેય નર સિંહો ધારીના સરસીયા તરફથી નીકળી ગયેલા હોવાનું જાણવા મળેલ છે અને તે શેત્રુજીથી આડ રસ્તે ટીમલા,  બગસરા રોડ વટીનાના મોટા ભંડારીયા થઇ મોટા આંકડીયા સુધી પહોંચ્યા હતા અને મારણ કરી સિંહો પરત ચાલ્યા ગયા હોવાનું જણાઇ રહયું છે વન વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં સાવચેતીના પગલારૂપે અને પહેલી વખત જ સિંહો આવ્યા હોય કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવી રહયા છે. સાથે સાથે માંસાહારને કારણે તેના કચરો નાખવામાં આવતો હોય જેથી આ જાનવરો આવી ચડતા હોય અને હાલમાં રવિ પાકની મૌસમ શરૂ થઇ હોય સાવચેતીના પગલારૂપે લોકોને સાચી સમજણો અપાઇ  રહી છે.

(12:23 pm IST)