Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

પૂ. હરીચરણદાસજી મહારાજનું ગોંડલમાં આગમન

ગોંડલઃ. મહામંડલેશ્વર પૂ. હરીચરણદાસજી મહારાજ છેલ્લા ઘણા સમયથી ગોરા આશ્રમે બિરાજમાન હતા. જ્‍યાંથી ગઈકાલે રાત્રીના તેઓનું ગોંડલ ખાતે આગમન થયુ છે. ગોરા આશ્રમે તેઓની તબીયત લથડયા બાદ તાબડતોબ સારવાર કરવામાં આવી હતી અને તબીયતમાં સુધારો થયા બાદ ગઈકાલે તેઓ મોટરમાર્ગે ગોંડલ આવવા રવાના થયા હતા. કાલે રાત્રીના ૧૦.૩૦ વાગ્‍યે ગોંડલ ખાતે મહામંડલેશ્વર પૂ. હરીચરણદાસજી મહારાજનું આગમન થતા ભાવિકોએ સ્‍વાગત કર્યુ હતું. આજે સવારે ગોંડલ રામજી મંદિર ખાતે પૂ. હરીચરણદાસજી મહારાજે પૂજન-અર્ચન કર્યા હતા. ભાવિકોએ પણ પૂ. હરીચરણદાસજી મહારાજના આશિર્વાદ લીધા હતા. ગોરા આશ્રમ ખાતે ગઈકાલે પૂ. હરીચરણદાસજી મહારાજે નર્મદા નદીમાં સ્‍નાન કર્યુ હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)


 

(10:56 am IST)