Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ પરિવાર સાથે મકરસંક્રાંતિ પર્વની જામકંડોરણા ખાતે ઉજવણી કરી

ધોરાજીઃ રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ મકરસંક્રાંતિ તેમના પરિવાર સાથે ગૌસેવા સાથે પતંગ ઉત્સવ દ્વારા ઉજવણી કરી હતી. રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા તેમજ તેમના ભાઈ લલિતભાઈ રાદડીયા સહપરિવાર જામકંડોરણા ગૌશાળા ખાતે ગાયોને નીરણ આપી ગૌભકતી દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. જ્યારે તેમના નિવાસ સ્થાન ખાતે જયેશભાઈ રાદડીયા તેમજ લલિતભાઈ રાદડીયા બન્ને ભાઈઓ સાથે મળી સહપરિવાર પતંગ ઉત્સવ ઉજવ્યો હતો

(12:05 pm IST)