Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જામનગરમાં યોજાશે ઓપન સૌરાષ્ટ્ર કચ્છ બૅડમિન્ટન ટૂર્નામેન્ટ

જામનગર:સૌરાષ્ટ્ર બૅડમિન્ટન એસોસિએશન તથા સુમેર સ્પોર્ટ્સ કલબ જામનગરમાં સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 24 થી 28 ફેબ્રુઆરી ના સુમેર સ્પોર્ટ્સ કલબ ખાતે ઓપન સૌરાષ્ટ્ર કચ્છ બૅડમિન્ટન ટુર્નામેન્ટનુ  આયોજન કરવામાં આવેલ છે 

આ ટુર્નામેન્ટ ના આયોજન અંગેની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદ માં માહિતી આપતા સુમેર સ્પોર્ટ્સ કલબ ના કારોબારી સદસ્ય ભરતભાઈ ખૂબચંદાની એ જણાવેલ છે સુમેર સ્પોર્ટ્સ કલબના પ્રમુખ રાજુભાઈ શેઠ, સેક્રેટરી જયેશભાઈ મેહતા, પરાગભાઈ શાહ તેમજ  એક્સઝીક્યુટીવ  કમિટીના સહકારથી આ ટુર્નામેન્ટનું  આયોજન કરવામાં આવેલ છે 
આ બૅડમિન્ટન ટુર્નામેન્ટ ગર્લ્સ, બોય્સ, સિંગલ્સ, ડબલ્સ, મિક્સ ડબલ્સ, અંડર 19 લઇ ઓપન કેટેગરીના અલગ અલગ 7 વિભાગોંમાં આગામી તારીખ 24 ના સવારે 9 વાગે થી શરૂ થશે આની પૂર્ણઆહુતિ 28 ફેબ ના થશે હાલ 200 જેટલા ખિલાડીયો આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે જ્યારે આગામી 22 તારીખ સુધી  રજિસ્ટ્રેશન ઓપન હોય 300 જેટલા ખિલાડીયો ભાગ લે તેવી અપેક્ષા ભરતભાઈ ખૂબચંદાની એ દેખાડી હતી વિશેષ માં જણાવેલ કે ટુર્નામેન્ટ દરમિયાન કોવિદ 19 ના તમામ નિયમોનું ચુસ્તપણે  પાલન કરવામાં આવશે 
સૌરાષ્ટ્ર બેડમિન્ટન એસોસિએશન ની વેબ સાઈટ પર આગામી તારીખ સુદી ટુર્નામેન્ટ માં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓ  રજિસ્ટ્રેશન કરી શકે છે પત્રકાર પરિષદ માં ભરતભાઈ ખૂબચંદાની  સાથે સુમેર કલબ ના બૅડમિન્ટન કોચ જિશાન ભાઈ, સુમેર સ્પોર્ટ્સ કલબ અને સૌરાષ્ટ્ર બેડમિન્ટન એસોસિએશનના સદસ્ય ઉપસ્થિત હતા

(8:38 pm IST)