Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

શનિવારે વાંકાનેરના માટેલ શ્રી ખોડિયાર માતાજી મંદિરે બાવન ગજની ધ્‍વજાવિધી -ખોડિયાર માતાજીની જન્‍મજયંતિ જવાશે

 

 (હિતેશ રાચ્‍ દ્વારા)વાંકાનેર,તા. ૧૫: વાંકાનેર તાલુકાનુ અને મોરબી જિલ્લાનુ જગ વિખ્‍યાત , સૌરાષ્ટ્રનુ પ્રસિદ્ધ યાત્રાધામ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર , માટેલધરા ખાતે આગામી તારીખ. ૨૦ /૨/૨૦૨૧ને શનિવારના મહાસુદ આઠમના રોજ શ્રી ખોડિયાર જયંતી હોય શ્રી ખોડિયાર જયંતીના પાવન પુણ્‍યશાળી અવસરે સવારના શ્રી ખોડિયાર માતાજી નુ પૂજય પૂજન આઇશ્રી ખોડિયાર માતાજી મંદિરના મહંત શ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા, તેમજ હાલના પૂજારી શ્રી ખોડીદાસબાપુ , જગદીશબાપુ દ્વારા કરવામાં આવશે , તેમજ સવારે આઠ થી નવ દરમ્‍યાન બાવનગજની ધ્‍વજાવિધિ કરવામાં આવશે.

શ્રી ખોડિયાર જયંતી નિમિતે માતાજીના નિજ મંદિરને અનેરા પુષ્‍પોથી શણગારવામાં આવશે , તેમજ શ્રી ખોડિયાર જયંતીના પાવન પર્વે સવારના અગિયાર થી બપોરના ત્રણ વાગ્‍યાં સુધી ‘મહા પ્રસાદ ચાલુ રહેશે. તેમજ સાંજના આરતી બાદ મહા પ્રસાદ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ખાતે અવિરત બને ટાઈમ કોઈપણ જાતના ભેદભાવ વિના ‘મહા પ્રસાદ' ચાલુ જ છે અને દર રવિવારે , તેમજ દર પૂનમના માટેલધરા ખાતે દૂરદૂરથી ભાવિક ભક્‍તજનો માંના દ્વારે આવીને આરતીનો લાભ લઈ માતાજીનો મહા પ્રસાદ લઈને ધન્‍યતા અનુભવે છે તેમજ માટેલ ધરામાં લોક વાહિકા મુજબ જયાં સોનાનુ માતાજીનુ દેવળ છે અને ગમે તેવા દુષ્‍કાળ આવે તોય આ માટેલ ધરામાં પાણી ખૂટતું નથી. આનો કોઈ તાગ જ નથી દરેક ભાવિક ભાઈઓ , બહેનો આ માટેલધરા ના દર્શન કરે છે અને ધરા નુ પવિત્ર ‘જળ' લઈને તન મનને શાંતિ મેળવી ધન્‍યતા અનુભવે છે. માટેલધરાનો મહાત્‍મય અનોખો છે. અહીંયા દેશ , વિદેશથી પણ માનવીઓ આવે છે , જયાં ધ્‍વજાં ફરકે સત ધર્મની એવા માટેલ રૂડા ધામમાં મહાસુદઆઠમના શ્રી ખોડિયાર જયંતીના પ્રતિ વર્ષ સૌરાષ્ટ્ર , ગુજરાત , મહારાષ્ટ્ર , હાલાર , કચ્‍છ , વગેરે દૂર દૂર થી ભાવિક ભક્‍તજનો માતાજી ના દ્વારે આવે છે અને ધર્મ લાભ લઈ ને પાવન થાય છે. માટેલધરા ખાતે બહાર ગામથી પધારતા યાત્રિકો માટે નિઃશુલ્‍ક રહેવાની પણ સગવડ છે , તેમજ અહીંયા વિશાળ ગૌશાળા આવેલી છે જેનું દૂધ પણ યાત્રિકો માટે ચા પાણી માટે વાપરવામાં આવે છે , ગાયમાતાજીની પણ સરસ સેવા અહીંયા થાય છે, માં ના દ્વારે અનેક લોકો માનતા રાખે છે , કોઈ સાકર થી છોકરા ને જોખે તો કોઈ પેંડાથી વિધ વિધ વાનગીઓથી અહીંયા બાળકોને જોખે છે. માંના પ્રતાપથી સહુના કામ થાય છે. શ્રી ખોડિયાર જયંતીના પાવન પર્વે સર્વે ભાવિક ભક્‍તજનોને સોશ્‍યલ ડિસ્‍ટન રાખીને માસ્‍ક પહેરીને આવવા આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરાના મહંત શ્રી રણછોડદાસબાપુ દુધરેજીયાની યાદીમાં જણાવાયું છે.

(11:31 am IST)