Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કુવાડવામાં ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યુ

(રમેશકુમાર સોઢા દ્વારા) કુવાડવા, તા., ૧પઃ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર શ્રી ભાવનાબેન પ્રકાશભાઇ કાકડીયા મોટી સંખ્‍યામાં સમર્થકોની ઉપસ્‍થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યુ હતું. તેમાં રાજકોટ તાલુકા મામલતદાર શ્રી સમક્ષ ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યુ હતું.

તેમાં રાજકોટ જીલ્લા મહામંત્રી નાગદાનભાઇ ચાવડા તથા રાજકોટ ભાજપ પ્રમુખ બાબુભાઇ નસીત તથા કુવાડવા મંડળીના પ્રમુખ ભરતભાઇ કાકડીયા તથા કુવાડવાના સરપંચ સંજયભાઇ પીપળીયા તથા ઉપ સરપંચ  ગીતાબેન ઢોલરીયા તથા પંચાયતના સભ્‍ય દાનાભાઇ બાંભવા તથા જોષનાબેન ગોસાઇ તથા મુકેશભાઇ કાકડીયા તથા પુર્વ સરપંચશ્રી રાજેશભાઇ ગોહેલ તથા ભીમજીભાઇ સોઢા તથા રમેશભાઇ કાકડીયા તથા રસીકભાઇ ઢોલરીયા, બીપીનભાઇ જોષી તથા નટુભાઇ વ્‍યાસ તથા કુશ ઢોલરીયા તથા હેમાંશુ કાકડીયા તથા ગામના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

(11:36 am IST)