Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

લોધીકા તાલુકા પંચાયતના ૧૬ અને જીલ્લા પંચાયતની ૨ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં

(ભીખુપરી ગોસાઇ દ્વારા)લોધીકા જીલ્લા પંચાયત ની ૨ સિટના કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરાયા છે જેમા  લોધીકા ૧ જીલ્લા પંચાયત ના ઉમેદવાર ભીખુભાઈ સાગઠીયા  અને પારડી ૨ જીલ્લા પંચાયત સિટના ઉમેદવાર શોભનાબેન મનસુખભાઈ વેકરીયાના નામ જાહેર થયા છે.

લોધીકા તાલુકા પંચાયત ની ૧૬ સિટના કોંગ્રેસના ઉમેદવારોમાં (૧) ચાંદલી સિટના ઉમેદવાર રંજનબેન મહેશભાઈ વસોયા (૨)ચિભડા સિટના ઉમેદવાર દિવાળીબેન રઘુભાઇ વસોયા (૩) દેવગામ સિટના ઉમેદવાર નુરઝાબેન બોદુભાઇ ઠાસરીયા (૪)ઢોલરા સિટના ઉમેદવાર હંસાબેન માધવજીભાઇ સાગઠીયા (૫)હરીપર પાળ સિટના ઉમેદવાર   જયદેવભાઇ ભીખુભાઈ ડાંગર (૬) ખીરસરા સિટના ઉમેદવાર અવનિબેન શ્‍યામભાઇ સોલંકીનો સમાવેશ થાય છે.

જ્‍યારે (૭) લોધીકા ૧ સિટના ઉમેદવાર મેઘજીભાઇ સાકરીયા (૮) લોધીકા ૨ સિટના ઉમેદવાર   લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિના  પ્રમુખ મયુરસિહ બળવંતસિંહ જાડેજા (૯) માખાવડ સિટના ઉમેદવાર દિવ્‍યાબા મહેન્‍દ્રસિંહ જાડેજા (૧૦)મેટોડા સિટના ઉમેદવાર  લીલાબેન કિશોરભાઈ પરસાણા (૧૧) મોટાવડા સિટના ઉમેદવાર કાંતાબેન નરશીભાઈ પાભર (૧૨) નગરપીપળીયા સિટના ઉમેદવાર હિતેશભાઈ ખુટ (૧૩)પાળ સિટના ઉમેદવાર મિલનભાઇ દાફડા (૧૪)પારડી ૧ સિટના ઉમેદવાર હિરેનભાઈ કોરાટના નામની જાહેરાત થઇ છે.

 (૧૫) પારડી ૨ સિટના ઉમેદવાર તરીકે જાડેજા રાજેન્‍દ્રસિંહ જાડેજા (૧૬) વાજડી વડ સિટના ઉમેદવાર હિરાબેન જગદીશભાઈ ખીમસુરીયાના નામ જાહેર થયા છે.

(11:43 am IST)