Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ઉના-નવાબંદરના શખ્‍સોને ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અમરેલી તથા દીવ જિલ્લામાંથી તડીપાર

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૧પઃ નવાબંદરના હસીબ ઉર્ફે આસીફ સોઢાને વિવિધ ગુનાના આરોપીને ગીર સોમનાથ જીલ્લા સહીત પાંચ જીલ્લામાંથી તડીપપાર કરવામાં આવેલ છે.

નવા બંદર મરીન પોલીસ સ્‍ટેશન હેઠળ શરીર સંબંધી અને મિલ્‍કત વિરોધી વિવિધ ગુનાના માથા ભારે આરોપી હસીબ ઉર્ફે આસીફ જબ્‍બારભાઇ સોઢા રે.નવા બંદર તા. ઉના જી. ગીર સોમનાથને નવા બંદર વિસ્‍તારમાં ગંભીર ગુન્‍હા અટકાવવા તેમજ માથાભારે પ્રવૃતી અંકુશમાં લેવા જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠી તથા નાયબ મદદનીશ પોલીસ અધ્‍યક્ષ ઓમપ્રકાશ જાટ અસરકાર પગલા લેવા માટે સુચના આપતી મરીન પોલીસ નવાબંદરના પીએસઆઇ કે.વી. પરમારે તડીપારની દરખાસ્‍ત મોકલી હતી.

મહેરબાન સબ ડીવીઝન મેજીસ્‍ટ્રેટ ઉનાને જીલ્લા પોલીસ વડાએ મોકલતા પ્રાંત અધિકારી ઉનાએ હદપારી હુકમ ૦૬-૦ર૦ આધારે હસીબ ઉર્ફે આસીફ જબ્‍બારભાઇ સોઢા રે.નવાબંદર વાળાને ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, અમરેલી અને કેન્‍દ્ર શાસીત પ્રદેશ દિવ, વણાંકબારા, જીલ્લામાંથી એક વરસ માટે હદપારી કરવા હુકમ કરતા પીએસઆઇ  કે.વી.પરમાર, રાઇટર ગોવીંદભાઇ મેર, કંચનબેન  પરમાર તથા સરમણભાઇ છેમણા, પ્રવીણભાઇ મોરીએ તેમની અટકાયત કરી હદપારીની નોટીસ બજાવી રાજકોટ ખાતે મોકલી આપતા નવાબંદર વિસ્‍તારમાં માથાભારે શખ્‍સોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

(11:47 am IST)