Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જામકંડોરણા તાલુકા પંચાયતની ચુંટણી માટે ભાજપ-કોંગ્રેસ-એનસીપી-આપ સહીત ૬૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા., ૧પઃ તાલુકા પંચાયતની ૧૬ સીટો માટે ભાજપ, કોંગ્રેસ, એનસીપી, આપ સહીતના પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ચુંટણી અધિકારી પાસે ભર્યા હતા. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસ સુધીમાં ડમી ઉમેદવારો સહીત કુલ ૬૧ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે.

જેમાં (૧) બરડીયા સીટમાં બીજેપી-ર અને કોંગ્રેસ-૧(ર) ભાદરા સીટમાં બીજેપીમાંથી ૧, કોંગ્રેસમાંથી ૧, આપમાંથી ર (૩) બોરીયા સીટમાં બીજેપીમાંથી ૧, અપક્ષ ર (૪) ચાવંડી સીટમાંથી બીજેપીમાંથી ર, કોંગ્રેસમાંથી ૧ (પ) ચિત્રાવડ સીટમાંથી ભાજપમાંથી ૧, કોંગ્રેસમાંથી ર (૬) દડવી સીટમાં બીજેપીમાંથી ૧, કોંગ્રેસમાંથી ર (૭) જામકંડોરણા-૧ સીટમાં કોંગ્રેસમાંથી ૧, બીજેપીમાંથી ર, એનસીપીમાંથી ૧, આપમાંથી ૧ (૮) જામકંડોરણા-ર સીટમાં બીજેપીમાંથી ર, કોંગ્રેસમાંથી ૧ (૯) જામકંડોરણા-૩ સીટમાં બીજેપીમાંથી ર, કોંગ્રેસમાંથી ૧ (૧૦) જસાપર સીટમાં બીજેપીમાંથી ૧, કોંગ્રેસમાંથી ૧ (૧૧) ખજુરડા સીટમાં બીજેપીમાંથી ર, કોંગ્રેસમાંથી ર આપમાંથી ૧ (૧ર) રાજપરા સીટમાં બીજેપીમાંથી ર, કોંગ્રેસમાંથી ર, આપમાંથી ૧, અપક્ષ ૧ (૧૩) રાયડી સીટમાં બીજેપીમાંથી ૧, કોંગ્રેસમાંથી ૧, આપમાંથી ૧ (૧૪) સાજડીયાળી સીટમાં બીજેપીમાંથી ર, કોંગ્રેસમાંથી ર, આપમાંથી ૧ (૧પ) સાતોદડ સીટમાં બીજેપી ર, કોંગ્રેસ ર, આપમાંથી ૧ (૧૬) સોડવદર સીટમાં બીજેપી ર, કોંગ્રેસ૩ એમ કુલ ૬૧ ઉમેદવારી પત્રો ભરાયા છે.

આજે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે તેમજ કાલે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ બાદ ચુંટણી લડનાર ઉમેદવારોનું ચિત્ર સ્‍પષ્‍ટ થશે.

(11:47 am IST)