Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ગોંડલમાં જમીન કૌભાંડના ગુન્હામાં કોંગ્રેસના ઉમેદવાર સહિત ર ની શોધખોળ

બોગસ સાટાખત ઉભું કરીને પૈસાની માંગણી કરવાના પ્રકરણમાં લેન્ડ ગ્રેબિંગનો ગુન્હોઃ તપાસનો ધમધમાટ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧પઃ ગોંડલમાં જીલ્લા પંચાયતના ચરખડી બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર સહિત ૪ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયા બાદ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જયારે ચરખડી બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર દિનેશ પાલાભાઇ પાતર સહિત ર ની શોધખોળ હાથ ધરાઇ છે.

રાજકોટ રહેતા વિક્રમભાઈ ગોવિંદભાઇ ડાંગર ઉ.. 33 દ્વારા જિલ્લા પંચાયત ચરખડી બેઠક ના કોંગ્રેસી ઉમેદવાર દિનેશ પાલાભાઈ પાતર, કૌશિક જેરામભાઈ કોરાટ રહે પારડી તેનો ભાઈ હરેશ તથા નરેશ હરિભાઈ ભાસા રહે વોરા કોટડા તા. ગોંડલ વાળાઓ વિરુદ્ઘ ગોંડલ ખાતે આવેલ દશ વીદ્યા દ્યાંચી પાર્ટી તરીકે ઓળખાતી જમીન વર્ષ 2019 માં દસ્તાવેજ થી પૂરતો અવેજ ચેકથી આપી ખરીદ કરેલ હતી જે ઉપરોકત આરોપીઓ એ બોગસ સાટા ખત ઉભું કરી વધું પૈસા પડાવવા ના ઈરાદા થી વિશ્વાસ દ્યાત કરી જમીન નો કબજો પચાવી પાડી ધમકીઓ આપી જમીન ખાલી કરવાના બદલામાં રૂપિયાઓ માંગતા પોલીસ ફરિયાદ નોંધાવતા ગોંડલ ડીવાયએસપી ઝાલા, સીટી પીઆઇ જાડેજા એ આઈપીસી કલમ 406, 420, 447, 384,506, 120 બી તથા ગુજરાત સરકારના જમીન પચાવી પાડવા વટહુકમ કલમ 4,5 મુજબ ગુન્હો નોંધી પારડી ના કૌશિક અને હરેશ ની ધરપકડ કરી હતી જયારે નરેશ અને દિનેશ ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરોકત જગ્યા ઉપર થોડા સમય પહેલા પોલીસ દ્વારા દરોડો પાડી રૂપિયા 181680 નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો જેમાં વોરાકોટડા ગામના નરેશ હરિભાઈ ભાષા વિરોધ ગુનો નોંધાવા પામ્યો હતો.

લેન્ડ ગ્રેબિંગ નો જેના ઉપર ગુનો નોંધાયો છે તે દિનેશ પાતર ઉપર વર્ષો અગાઉ દુષ્કર્મનો પણ પણ ગુનો નોંધાયો હોય હવે લેન્ડ ગ્રેડિંગ હેઠળ ગુનો નોંધાતા અને હાલ દિનેશ પાદર ચરખડી જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર હોય ગોંડલ પંથકમાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે ગુનો નોંધાતા ની સાથે જ ગંધ પારખી ઉઠેલા દિનેશ પાતર છનન.... થઈ જવા પામ્યા છે બીજી બાજુ પોલીસે દિનેશ પાતરની ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

(11:53 am IST)