Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કેશોદનો શખ્‍સ દારૂ ભરેલ દારૂ સાથે ઝડપાયો

જુનાગઢ : રેન્‍જના ડી.આઇ.જી. મનિંદર પ્રતાપસિંઘ પાવર તથા જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ પો. સ.ઇ. પી.જે. બોદર તથા પો. હેડ કોન્‍સ. એમ. બી. મકવાણા તથા ગોવિંદભાઇ ભોવનભાઇ પો. કોન્‍સ. તથા ભગવાનજીલભાઇ ભીખાભાઇ પો. કોન્‍સ. તથા પો. કોન્‍સ. સંજયસિંહ મનુભાઇ તથા પો. સ્‍ટાફ સાથે સતત પો. સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન જુનાગઢ મધુરમરોડ ઉપર રાખી હેરાફેરી કરતાની હકિકત આધારે રેઇડ કરતા રાજેન્‍દ્રભાઇ જેઠાભાઇ દયાતર મૈયા દરબાર (ઉ.વ.૪૦) રહે. કેશોદ સરદારનગર ચુનાભઠ્ઠ પાસે વાળો ફોરવ્‍હિલ કાર ટાટા કંપનીની માંજા મોડલની કાર જીજે-ર૧-એએ ૭૬૬૯ સાથે પકડાઇ ગયેલ તેમજ અંધારનો લાભ લઇ લાલો રહે. ચીખલીવાળો નાશી ગયેલ જેના કબ્‍જામાંથી અલગ બ્રાન્‍ડની ભારતીય બનાવટની ઇંગ્‍લશ દારૂની બોટલ નંગ-૧૦૦ કિ.રૂા. ર૮,૪૬૦ તથા ફોર વ્‍હિલ કાર કિ. રૂા. ૪,૦૦,૦૦૦/- તથા મો. ફોન કિ. રૂા. પ૦૦/- મળી કુલ કિ. રૂા. ૪,ર૮,૯૬૦/- મુદ્દામાલ સાથે પકડી પડાી તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:57 pm IST)