Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ટંકારા તાલુકા પંચાયત માટે ૭૧ અને જીલ્લા પંચાયતમાં ૧૭ ફોર્મ ભરાયા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા.૧૫ : ટંકારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સીટ ટંકારા, લજાઈ  તથા ઓટાલા ૩ સીટના ઉમેદવારો તથા ટંકારા તાલુકા પંચાયત ની ૧૬ સીટના ઉમેદવારો દ્વારા મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના ફોર્મ ભરાયેલ.

ટંકારાના કષ્ટભંજન હનુમાનજી મંદિર પાસે ભારતીય જનતા પાર્ટીના ટેકેદારો ગામડે ગામડે થી બેન્ડવાજા સાથે મોટી સંખ્યામાં ઉમટી પડેલ . ટંકારા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા તથા મહામંત્રી રૂપસિંહ ઝાલા એ મેન્ડેડ ઉમેદવારોના નામ જાહેર કરી આપેલ. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં કોરોના ગાઈડ લાઈન ના ધજાગરા થયેલ. જોકે ટંકારા તાલુકો કોરાના મુકત બનેલ છે.

કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ મેન્ડેડ વગર ઉમેદવારી પત્રકો તાલુકા તથા જિલ્લા પંચાયતમાં ભરેલ .

આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોના નામો જાહેર કરાયેલ છે. મોરબી જીલ્લા પંચાયત ક્રમાંક ૧૦ લજાઈ માં ભાજપના પૂર્વ ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ કડીવાર ચંદ્રિકાબેન નથુભાઈએ ફોર્મ ભરેલ છે. તેની સામે કોંગ્રેસ પક્ષમાંથી કામરીયા દીનાબેન અનિલભાઈ એ ફોર્મ ભરેલ છે. આ સીટ સામાન્ય સ્ત્રી માટેની છે .

ક્રમાંક ૨૧ સીટ ટંકારા માટે ભાજપના ઉમેદવાર સંજયભાઈ બી. ભાગીયા એડવોકેટ એ ફોર્મ ભરેલ છે. સામે કોંગ્રેસ પક્ષના ટંકારા તાલુકા અધ્યક્ષ ગોધાણી ભુપેન્દ્રભાઈ રામજીભાઈએ દામજીભાઈ એ ઉમેદવારી નોંધાવી છે. ટંકારા સીટ માં કાંટે કી ટક્કર થાશે . ક્રમાંક ૧૫ ઓટાલા સીટ માટે  ભાજપના કમળાબેન અશોકભાઈ ચાવડા એ તથા  કોંગ્રેસના પરમાર  સોમીબેન કમલેશભાઈ એ ફોર્મ ભરેલ છે આ સીટ અનુ.જાતિ સ્ત્રી માટે અનામત છે.તાલુકા પંચાયત માટે કુલ૭૧ તથા જિલ્લા પંચાયત માટે ૧૭ ફોર્મ ભરાયેલ છે.

(1:02 pm IST)