Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મોરબી વિસ્‍તારમાં બે અકસ્‍માત : બેને ઇજા

મોરબી તા. ૧૫ : વાવડી રોડ પર ગાયત્રીનગરની બાજુમાં આવેલ મારુતિનગરમાં રહેતા કૃષ્‍ણકુમાર ઉર્ફે સોનુંભાઈ સીતારામ શર્મા (ઉ.૩૨) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક જીજે ૨૫ એ ટી ૫૩૪૭ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી લાતી પ્‍લોટ શેરી-૫ ના ચાર રસ્‍તા પર હોન્‍ડા સાઈન જીજે ૦૩ એચ એન ૯૯૬૯ વાળા સાથે અકસ્‍માત કરી ફરિયાદી કૃષ્‍ણકુમાર શર્માને ઈજા કરી ડાબા હાથ ઉપર ટ્રકનું આગળનું ટાયર ફેરવી આખા હાથમાં ફેકચર જેવી ઈજા કરી છે.

જેપુર ગામે રહેતા કેતનભાઈ પ્રવીણભાઈ સોલંકી (ઉ.૨૮) એ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સફેદ કલરની કાર જીજે ૩૬ એફ ૩૧૨૦ ના ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવી નવલખી રોડ પર આવેલ પ્રભુનગર ગામ નજીક ફરિયાદી કેતનભાઈના મોટર સાઈકલ જીજે ૩૬ પી ૧૪૯૦ સાથે ભટકાય જતા ફરિયાદી કેતનભાઈને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા  છે.

(1:06 pm IST)