Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

પોરબંદર જિલ્લામાં ૮ હજારથી વધુ હેલ્‍થ વર્કરોને કોરોના રસી અપાઇ

(સ્‍મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૫ : જિલ્લામાં હવે બે તબક્કામાં કોરોના રસીના ડોઝ આપ્‍યા બાદ અત્‍યાર સુધીમાં ૮ હજારથી વધુ હેલ્‍થ વર્કરો તથા ફ્રન્‍ટલાઇન વર્કરોને કોરોના રસી આપવામાં આવી હતી.  કોરોના રસીકરણના પ્રથમ તબક્કામાં કોરોના રસી મુકાવી તેઓને ૨૮ દિવસે કોરાના રસીનો બીજો ડોઝ અપાશે જે હેઠળ પોરબંદર સિવિલ હોસ્‍પિટલ તથા અડવાણા આરોગ્‍ય કેન્‍દ્રના કુલ ૧૭૭૦ હેલ્‍થવર્કરોને બીજો ડોઝ અપાશે. અત્‍યાર સુધી હજારથી વધુ હેલ્‍થ વર્કરોને કોરોના રસીકરણ બાદ કોઇ આડઅસર થઇ નથી. જ્‍યારે ત્રીજા તબક્કામાં ૫૦ વર્ષથી નાની ઉંમરના લોકોને કોરોના રસીકરણ કરવામાં આવશે.

(1:09 pm IST)