Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કેશોદ જુની મેઇન બજારમાં વાસણના ગોડાઉનમાં આગ ભભૂકતા દોડધામ

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા. ૧પ :  કેશોદની જુની બજારમાં એક દેશી મકાનમાં આવેલ વાસણના ગોડાઉનમાં આજે સવારે આગ લાગતા પાલિકા ફાયર ટીમ બે બ્રાઇઝર સાથે ઘટના સ્‍થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધેલ છે.

સદનસીબે કોઇ જાનહાની નથી. ઘટના સ્‍થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા. કયા  કારણોસર આગ લાગીને જાણવા મળેલ નથી.

(1:36 pm IST)