Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ચોટીલા નજીક ૧૫.૯૬ લાખની લૂંટ સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોલડી થી રાજકોટ તરફ જવાના હાઇવે ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપના કર્મચારી મયુરભાઈ રાઠોડ ઉપર હુમલો કરીને કારમાં આવેલા લૂંટારૂઓ લૂંટ ચલાવીને નાશી છૂટતા ખળભળાટ

( ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :  સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાની મોલડી થી રાજકોટ તરફ જવાના હાઇવે ઉપર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપના કર્મચારી મયુરભાઈ રાઠોડ  પેટ્રોલ પંપના પૈસા ચોટીલા ખાતે બેંકમાં ભરવા જઇ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા લૂંટારૂઓ હુુુમલો કરીને ૧૫.૯૬ લાખની લૂંટ ચલાવીને  નાશી છૂટતા ખળભળાટ મચી ગયો છે

       આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાતાં ની સાથે જ ચોટીલા પોલીસ અને નાની મોલડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા ત્યારે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ વર્તાય રહ્યો છે કે અજાણ્યા શખ્સો દ્વારા લૂંટનો ભોગ બનેલા રિલાયન્સ પેટ્રોલ પંપ ના કર્મચારીને ઇકો કાર માટે ઉતારવામાં આવે છે અને તેની પાસે રહેલી રોકડ રકમ સરકાવી લેવામાં આવે છે ત્યારે લૂંટમાં વપરાયેલી સ્વીફ્ટ કાર આગળ ના કાચ ઉપર સૂર્યદીપ લખેલું હોવાનું પણ સીસીટીવીમાં વર્તાઈ રહ્યું છે.

       લૂંટમાં ઉપયોગ થયેલી કારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા  છે કાર આગળ સૂર્યદીપ લખેલું હોવાનું સીસીટીવીમાં દેખાયું રાજકોટ તરફ ગઇ હોવાનું પણ સીસીટીવીના આધારે પોલીસે જાણકારી મેળવી આરોપીઓ ને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

       લૂંટનો ભોગ બનનાર રિલાયન્સ કંપનીના કર્મચારી

મયુરભાઈ રાઠોડ (ઉં. 27 )રહેવાસી થાનગઢને હાલમાં સારવાર અર્થે ચોટીલાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.

(4:14 pm IST)