Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

જામનગર ભાજપ દ્વારા બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉજવણી :

જામનગર : ડો બાબાસાહેબ આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ માં થયેલ. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ભારતના બંધારણ ના દ્યડવૈયા અને ભારતરત્ન ડો બાબાસાહેબ આંબેડકરજી ની જન્મ-જયંતિની ઉજવણી કરવામાં આવેલ. આ તબ્બકે લાલ બંગલા ખાતે તેઓની પ્રતિમાને પુષ્પાર્પણ કરવામાં આવેલ. કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચા મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તર્પણ પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, દંડક કેતન ગોશરાણી, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દિલીપ ભોજાણી, શહેર ઉપાધ્યક્ષ રાજુ યાદવ, અનુસૂચિત મોરચા પ્રમુખ હરીશ ચૌહાણ, મગનભાઈ શાહ, સામતભાઈ પરમાર, કોર્પોરેટર વિનોદ ખીમસૂરિયા, નાથાભાઇ વાસકીયા, જેન્તીભાઈ ગોહિલ, મુકેશભાઈ માતંગ, શોભનાબેન પઠાણ, શારદાબેન વિંઝુડા, દિવ્યેશભાઈ અકબરી, હર્ષાબા જાડેજા, પૂર્વ કોર્પોરેટરો નીતાબેન પરમાર, અર્જુન પરમાર, નયનાબેન ચાવડા, બાબુભાઇ ચાવડા, અનસૂયાબેન વાદ્યેલા, દિપક શ્રીમાળી, વિજય પરમાર, કમલેશ ચાવડા, ગોપાલ પારિયા, ગોવિંદ રાઠોડ સહીત શહેર સંગઠનના પદાધિકારીઓ, કોર્પોરેટરો, મહિલા મોરવા, એનું. મોરચા, સહીત ના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવવામાં આવેલ છે. (તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી -જામનગર)

(12:55 pm IST)
  • સચિન તેંડુલકર જેવી સેલિબ્રિટીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહોતી : મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે કહ્યું કે એસીમ્પિટોમેટિક સેલિબ્રિટીએ ઘર પર જ ઈલાજ કરાવવો જોઈએ હોસ્પિટલના બેડ પર નહીં : રાજ્યના ક્પડામંત્રીએ કહ્યું હતું કે બેડ જરૂરિયાતમંદો માટે છોડવા જોઈએ access_time 11:59 pm IST

  • ગુજરાત હાઈકોર્ટની સાફ સાફ વાત : રેમડેસીવીર અમૃત નથી તે અંગેની જાણકારી અને જાગૃતતા પ્રજા સુધી પહોંચે તેવા પગલા લેવા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને તાકીદ કરી છે અને કહ્યું છે કે રેમડેસીવીર ૯૦૦ રૂ. મળશે તે આજે ૧૪ થી ૧૫ હજારમાં વેચાય છે : રેમડેસીવીરના કાળા બજાર કેમ થાય છે તે અંગે જાણવુ જરૂરી છે : ગુજરાતના એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ ગુજરાત સરકાર વતી સ્વીકાર કરી લેતા જણાવેલ કે અમારે વધુ પડતા વિશ્વાસમાં રહેવાની જરૂર નહોતી access_time 12:10 pm IST

  • દિલ્હીમાં પણ વીક એન્ડ કર્ફયુની જાહેરાત કરતી કેજરીવાલ સરકાર કોરોનાના બેફામ કેસો વધતા કેજરીવાલ સરકારે વીક એન્ડ કર્ફયુની જાહેરાત કરતાં કહ્નાં છે કે વીક એન્ડમાં જીમ, મોલ, સ્પા બંધ રહેશે : લગ્ન પ્રસંગ માટે પાસ ઈસ્યુ કરવામાં આવશે : શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધીનો કર્ફયુ લાદી દેવાયો છે access_time 1:19 pm IST