Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

જસદણ : ફેડરેશન મોઢ વણિક સમાજ દેશભરના વણિક જ્ઞાતિજનોને કોવિડ આર્થિક સહાય આપશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૧૪ :  ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઈ દ્વારા સમગ્ર ભારત દેશના કોઇ પણ મોઢ વણિક જ્ઞાતિજનોને કોરોના પોઝિટિવ આવેલ હોય તેને સહાય કરવા ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઈના પ્રમુખ અરુણભાઈ મુછાળા (મુછાળા ગ્રુપ), ટ્રસ્ટી અરવિંદભાઈ મહેતા, ટ્રસ્ટી વિનોદભાઈ અંબાણી (રિલાયન્સ) સહિતનાં ટ્રસ્ટી મંડળમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે વૈશ્વિક મોઢ પરિવારના તંત્રી મુકેશભાઈ પરીખ મો.૯૩૨૦૧૦૩૮૨૧ આપવામાં આવ્યો છે. આ નંબર પર દર્દીએ તેનું નામ, આધાર કાર્ડની બંને સાઇડની કોપી, કોરોના પોઝિટિવ રિપોર્ટની ઝેરોક્ષ, બેંકમાં પૈસા જમા કરાવવા બેંક એકાઉન્ટ નંબર ડીટેલ, મંડળનું નામ, મો. નંબર તેમજ ઇમેલ આઇડી લખીને મોકલવાનો રહેશે આ બાબત અન્ય કોઈ વિગત જાણવા માટે દિવ્યકાંતભાઈ વોરા મો. ૮૯૯૯૫૪૧૩૨૫, હિતેશભાઈ દોશી મો. ૯૦૨૨૦૩૮૫૬૩ ઉપર મો. કરીને વિગત જાણી શકાશે. તા. ૧૫-૦૪-૨૦૨૧ થી તા.૧૫-૦૫-૨૦૨૧ દરમિયાન આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા વણિક લોકો તા. ૧૬-૦૫-૨૦૨૧ સુધીમાં અરજી કરી શકશે. આ માટે મુંબઈના કમીટી મેમ્બર હર્ષવર્ધનભાઈ પરીખ, યોગેશભાઈ શાહ, નવીનભાઈ ગાંધી, ગીરીશભાઈ શેઠ, ગુજરાત કમિટી મેમ્બર અમદાવાદના ચીમનભાઈ શાહ (વટવાવાળા), પરમાનંદ ભાઈ શાહ (ગણેશ મસાલા વાળા), પુરુષોત્ત્।મભાઈ વડોદરિયા, (મધુર હોલ ગૃહપતિ) સુરેન્દ્રનગરના રશ્મિનભાઈ મહેતા (મહેતા જવેલર્સ) રાજકોટના અશ્વિનભાઈ પટેલ (ગીતા એન્જિનિયરિંગ કોર્પોરેશન) વગેરે કમીટી મેમ્બર આ કાર્યને વેગ આપવામાં કાર્ય કરી રહ્યા છે. ગત વર્ષે એપ્રિલ ૨૦૨૦ આ સંસ્થા દ્વારા કોવિડ સહાય અંતર્ગત ૫૦૦ પરિવારને પ્રત્યેક પરિવાર દીઠ રૂ ૧૫૦૦ સુધીની રકમ સીધી વણિક લોકોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવેલ હતી. ફેડરેશન મોઢ વણિક સમાજ દ્વારા મહામારીમાં અસર થયેલા જ્ઞાતિબંધુઓને વધુ સહાય કરી શકાય તે માટે અનુદાન સ્વીકારવામાં આવે છે. તે માટે સંસ્થાનો સંપર્ક કરવો. ફેડરેશન મોઢ વણિક સમાજ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વગર વ્યાજે એક વિદ્યાર્થીને રૂપિયા બે લાખ ચાલીસ હાજરની એજયુકેશન લોન આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૨૫૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પાંચ કરોડથી વધુ રકમ લોન આપવામાં આવી છે. ફેડરેશન મોઢ વણિક સમાજનો ટાર્ગેટ એક હજાર વિદ્યાર્થીઓને ૨૫ કરોડની વગર વ્યાજે એજયુકેશન લોન આપવાનો છે. જેથી કરીને મોઢ સમાજના એક હજાર દ્યર પ્રગતિ કરી શકે અને સાથે વણિક સમાજનું ઉત્થાન થાય. કોઈને એજયુકેશન લોનની જરૂરિયાત હોય અગર કોઈ દાતાને ૨,૪૦,૦૦૦ ભરીને એક વિદ્યાર્થી દત્ત્।ક લેવાનો હોય તો સંસ્થાનો સંપર્ક કરી શકાશે. આ કાર્ય સંપન્ન કરવામાં ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઈના પ્રમુખ અરુણભાઈ મુછાળા, ટ્રસ્ટી અરવિંદભાઈ મહેતા, વિનોદભાઈ અંબાણી, વૈશ્વિક મોઢ પરિવાર પત્રના તંત્રી મુકેશભાઈ પરીખ, દિવ્યકાંતભાઈ વોરા, હિતેશભાઈ દોશી, કમીટી મેમ્બર હર્ષદભાઈ પરીખ, યોગેશભાઈ શાહ, નવીનભાઈ ગાંધી, ગીરીશભાઈ શેઠ, અપૂર્વભાઈ શેઠ, ગુજરાત કમિટી મેમ્બર અમદાવાદના ચીમનભાઈ શાહ, પરમાનંદભાઈ શાહ, પુરુષોત્ત્।મભાઈ વડોદરિયા, સુરેન્દ્રનગરના રશ્મિભાઈ મહેતા, રાજકોટના કમિટી મેમ્બર અશ્વિનભાઈ પટેલ, મનસુખભાઈ પટેલ સેવા આપી રહ્યા છે. પ્રચાર-પ્રસાર સેવા રાજકોટના કમિટી મેમ્બર અશ્વિનભાઈ પટેલ પૂરી પાડી રહ્યા છે તેમ રાજકોટના કમીટી મેમ્બર અશ્વિનભાઈ પટેલ મો. ૯૮૨૫૧૯૫૯૫૫ ની યાદી જણાવે છે.

(11:49 am IST)