Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

વંથલીના ગિરનાર ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલમાં મોટી સંખ્યામાં લોકો ન્હાતા હોવાની બાતમીથી પોલીસનો દરોડો : 15 છોકરાઓ ભાગી ગયા : પાંચ બાઈક અને રીક્ષા કબ્જે

નહાવા પડેલા 15 છોકરાઓ ફરાર : વાહનો કબ્જે લઈને સંચાલકો સામે જાહેરનામાનો ગુન્હો નોંધવા તજવીજ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : જિલ્લાના વંથલીના ગિરનાર ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલમાં સાંજના મોટી સંખ્યામાં લોકો નહાતા હોવાની વંથલી પોલીસને બાતમી મળતાં પી.એસ.આઈ. ક્ષત્રિય અને સ્ટાફે રેડ કરતા પંદર છોકરાઓ ન્હાતા હતા તે નાસી ગયા હતા અને પોલીસે સ્થળ પરથી પાંચ બાઇક અને એક રિક્ષા કબ્જે કરી સંચાલકો સામે જાહેરનામાનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરેલ છે.

(10:28 pm IST)
  • વાવાઝોડાને નજર સમક્ષ રાખી ભારતીય નૌકાદળે જહાજો, વિમાન, હેલિકોપ્ટર સહિત રાહત ટીમોને ખડે પગે રાખી છે: કેરળ અને મહારાષ્ટ્રના કાંઠે તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે: વાવાઝોડું લક્ષદ્વીપ ટાપુ પર કેન્દ્રિત થયું છે: ગોવા માટે ઓરેન્જ કેટેગરી જાહેર: મંગળવારે સવારે લેન્ડફોલ અને બપોર સુધીમાં પોરબંદર અને નલિયાની વચ્ચેથી પસાર થશે: કેરળના પાંચ જિલ્લાઓ માટે રેડ એલર્ટ: મુંબઈ અને થાણેમાં યલો એલર્ટ: મહારાષ્ટ્રમાં વાવાઝોડાનો પ્રભાવ સોમવારથી ઘટી જશે અને ગુજરાત તરફ ફંટાય જશે access_time 6:56 pm IST

  • આજની તારીખે વિશ્વમાં કોરોનાનાં અડધોઅડધ કેસ ભારતમાં નોંધાયા છે આજે ૧૫ મેના રોજ વિશ્વભરમાં કોરોના કેસો થયા છે તેમાંથી ૪૭.૩૮ ટકા કેસો માત્ર ને માત્ર ભારતમાં છે. આજે સવારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર વિશ્વમાં ૬,૮૮,૧૮૦ નવા કોરોના કેસ નોંધાયા છે, જેમાંથી એકલા ભારતમાં અડધો અડધ એટલે કે ૩,૨૬,૦૯૮ કેસ નોંધાયા છે. *ન્યૂઝફર્સ્ટ access_time 11:49 am IST

  • રશિયન સરકારે “અંફ્રેન્ડલી સ્ટેટ્સ” ની સૂચિ બહાર પાડી છે જેમાં હવે અમેરિકા અને ચેક રિપબ્લિકનો સમાવેશ થાય છે. ચેક દૂતાવાસને 19 રશિયન નાગરિકો અને અમેરિકી દૂતાવાસોને એકપણ અધિકારી રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેમ રશિયન સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. access_time 12:48 am IST