Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

અમદાવાદ વિશ્વ ઉમિયા ધામ ખાતે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલાનું સન્માન કરાયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:અમદાવાદ વિશ્વ ઉમિયા ધામ ખાતે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલાનું સન્માન કરાયું  હતું
અમદાવાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે ગુજરાત ભાજપના ઉપપ્રમુખ એમ.એસ. પટેલ અને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલાનું સન્માન અને માં ઉમિયાના સાનિધ્ય માં પૂજા અર્ચના કરી. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના પ્રમુખ આર. પી. પટેલ, ઉપપ્રમુખ ડી.એન. ગોલ અને દિપકભાઈ પટેલએ તેઓનું સન્માન કર્યુ હતું. આ પ્રસંગે  કાંતિભાઈ રામ, અનિલભાઈ પટેલ, ડૉ.વિનોદભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(6:52 pm IST)