Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

બરડા ડુંગર પંથકમાં છ કલાકમાં છ ઇંચ ખાબક્યો : તળાવો - ચેકડેમો ઓવરફ્લો : ખેતરોમાં ગોઠણડૂબ પાણી ભરાયા : નદીઓ બે કાંઠે વહી

ભાણવડ પાસેનો વર્તુ-૨ ડેમ સતત ઓવરફ્લો : હેઠવાસના ગામોમાં નદીમાં ઘોડાપુર : ખેતરમાં પાણી ભરાતા મગફળીના પાકને નુકશાન

પોરબંદર તાલુકાના બરડા પંથકમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ પડી રહેલ છે ગુરુવારે રાત્રિના બાર વાગ્યા થી સવારના પાંચ વાગ્યા સુધીમાં છ કલાકમાં 6 inch વરસાદ વરસતા નદી તળાવો ચેક ડેમો તેમજ મોટા ડેમો ઓવરફ્લો થઈ ગયેલ છે ચારે બાજુ પાણી પાણી જોવા મળે છે ખેતરોમાં ગોઠણડૂબ પાણી જોવા મળે છે

  જ્યારે ભાણવડ પાસેનો વર્તુ-૨ ડેમ સતત ઓવરફ્લો થઈ રહેલ છે જેથી દરરોજ ડેમની સપાટી જાળવી રાખવા માટે દરવાજા ખોલવા પડતા હોવાથી વર્તુ નદી માં ધોધમાર બે કાંઠે પાણી વહી રહેલ છે જેથી હેઠવાસના ગામો ભુમિયાવદર પારાવાળા મોરાણા મજીવાણા સોઢાણા ફટાણા શીંગડા જામ રાવલ વિગેરે ગામના નદી કાંઠે આવેલ ખેતરોમાં ધોવાણ થતા મગફળીના પાકને નુકસાન થયેલ છે ક્યારે ખેતરોમાં પાણી ભરાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતી સહેવાય રહેલ છે તસવીરમાં બગવદર ગામ નો વૉકડૉ તેમજ ચેક ડેમ ઉપર થી પાણી વહેતું જોવા મળે છે

(1:24 pm IST)